હેર સ્પા તો કરાવવું છે યાર પણ પાર્લરના ભાવ જોઈને હિંમત નથી થતી અને ઘરેલુ નુસખા એ તો એકપણ કામ જ નથી લાગતા.શું તમારી સાથે પણ આવું જ કઈ થઈ રહ્યું છે? શું તમે પણ હેર સ્પા કરાવવાના સપનાને મનમાં જ મારી નાખો છો?કે પછી ઘરેલુ નુસખા વાપરી વાપરીને વાળને પહેલા કરતા પણ ખરાબ કરી રહ્યા છો?
શું તમે પણ વાળમાં ગ્રોથ લાવવાના, વાળને સિલ્કી બનાવવાના સપના જોઈ રહ્યા છો? બ્યુટી પાર્લર ના પોસ્ટર માં જોવા મળતી મોડલ ના વાળ જેવા વાળ મેળવવાની તમારી પણ ઈચ્છા છે જો હા, તો આજે અમે તમને બતાવી રહ્યા છીએ ઘરે જ હેર સ્પા ક્રીમ બનાવવાની સરળ રીત જેનાથી ન માત્ર તમારો ખર્ચ બચશે પરંતુ તમારા વાળ કેમિકલયુક્ત પ્રોડક્ટ થી પણ બચી જશે અને તમને થોડી જ મિનિટોમાં ઘરે બેઠા પાર્લર જેવું હેર સ્પા પણ મળી જશે.
હેર સ્પા બનાવવા માટે આટલી વસ્તુઓ મિક્સ કરી લો.
- ૧. વાળની લંબાઈ પ્રમાણેનું કન્ડિશનર
- ૨. એક ચમચી કોપરેલ
- ૩. એક ચમચી સીરમ
- ૪. મધ
- ૫. એલોવેરા જેલ
આ બધી જ વસ્તુઓને એક વાટકીમાં લઈ સરખી રીતે મિક્સ કરી લો હેર સ્પા ક્રીમ લગાવતા પહેલા વાળમાં ગરમ તેલનું મસાજ કરવું જરૂરી છે. જે માટે સૌપ્રથમ એક વાટકીમાં કોપરેલ લઈ તેને ગરમ પાણીની કઢાઈમાં મૂકી તેલ નવશેકું થાય તે બાદ નીકાળી લો.
ગરમ તેલથી મસાજ કરી થોડીવાર બાદ વાળ શેમ્પૂથી ધોઈ દો જે બાદ થોડા થોડા વાળ હાથમાં લઈ તૈયાર કરેલી હેર સ્પા ક્રીમ વાળમાં સરખી રીતે લગાવો. ક્રીમ લગાવ્યા બાદ વાળમાં સ્ટીમ એટલે કે ગરમ પાણીનો શેક લો. જે માટે એક ટુવાલને ગરમ પાણીમાં પલાળી લો.
જે બાદ તેનાથી વાળ બાંધી લગભગ ૧૫ મિનિટ સુધી એમ જ રહેવા દો. ૧૫ મિનિટ બાદ વાળને શેમ્પૂથી ધોઈ દો. અને પરિણામ જાતે જ જોઈ લો. આ ઉપાય અપનાવો અને પાર્લર જેવું હેર સ્પા ઘરે બેઠા મેળવી તમારા મિત્રોને ઇમ્પ્રેસ કરો. પણ જો જો હા, તમારી સહેલીઓ સાથે પણ આ ઉપાય શેર કરજો જેથી એ પણ પૈસા અને વાળ ખરાબ કરવાને બદલે સિલ્કી વાળ મેળવી શકે.