વિરાટ કોહલી અને અનુષ્કા શર્માની પુત્રી વામિકા જ્યારથી જન્મી ત્યારથી આ સ્ટાર કપલ પુત્રીને મીડિયાથી દૂર રાખતા હતા અહીં આ કપલે પહેલા જ મન બનાવી લીધું હતું કે પુત્રી વામિકાને મીડિયા સામે નહીં લાવે કારણ તેમનું માનવું હતું પુત્રીને મીડિયા હાઈલાઈટથી દૂર રાખવી છે જેને લઈને અનુષ્કા પહેલાજ કહી ચુકી છે.
પરંતુ બે દિવસ થયા જયારે વિરાટ કોહલીએ અર્ધશતક માર્યું ત્યારે અનુષ્કા શર્મા અને પુત્રી વામિકા ચીયર કરતા સ્ટેડિયમની પર્શનલ રૂમમાં દેખાયા હતા ત્યારે સ્કોરબોર્ડનો કેમેરો અચાનક બંને સામે ગયો હતો અહીં વામિકાની તસ્વીર ક્લીક થતાજ સોશિયલ મીડિયામાં વાઇરલ થઈ ગઈ હતી હવે તેને લઈને અનુષ્કાએ પોતાનું મૌન તોડ્યું છે.
વિરાટ કોહલી અને અનુષ્કા શર્માએ પહેલા પણ દરેકને તેમની પુત્રીનો ફોટો ક્લિક ન કરવાની વિનંતી કરી હતી પરંતુ અહીં વામિકાની તસ્વીર સામે આવતા અનુષ્કા ભ!ડકી હતી અને તેણે સોસીયલ મીડિયા દ્વારા એક પોસ્ટ લખીને તેના પર પોતાનું બયાન આપ્યું છે અહીં અનુષ્કાએ ઇન્સ્ટાગ્રામ પર એક સ્ટોરી શેર.
કરતા અનુષ્કાએ લખ્યું ગઈકાલે સ્ટેડિયમમાં અમારી દીકરીની તસવીર ખીંચવામાં આવી હતી અને તે તસ્વીર અત્યારે શેર થઈ રહી છે પુત્રીની તસ્વીર પર અમારું વલણ પહેલા જેવુંજ છે અમે આશા રાખીએ છીએ કે તમે વામિકાની તસ્વીર ક્લીક કરશો નહીં અને છાપસો નહીં તેની પાછળનું કારણ અમે તમને પહેલા જ જણાવી ચૂક્યા છીએ.