Cli
Amitabh Bachchan advised Anil Kapoor

અમિતાભ બચ્ચન અનિલ કપૂરને જો ન આપતા આ સલાહ તો આજે અનિલ કપૂરનું નામોનિશાન ન હોત…

Bollywood/Entertainment

અભિનેતા અને નિર્માતા અનિલ કપૂર કહે છે કે તેમણે તેમની 38 વર્ષની લાંબી કારકિર્દીમાં ક્યારેય વિરામ લીધો ન હતો કારણ કે મેગાસ્ટાર અમિતાભ બચ્ચને તેમને ક્યારેય આવી ભૂલ ન કરવાની સલાહ આપી હતી અનિલએ ટીવી શો આપ કી અદાલતમાં કહ્યું કે હું હંમેશા દિલીપ કુમાર અમિતાભ બચ્ચન નસીરુદ્દીન શાહ અને કમલ હાસન પાસેથી પ્રેરણા લઉં છું જે મહાન અભિનેતા છે.

અમિત જીએ ફિલ્મ ખુદા ગવાહ પછી પાંચ વર્ષનો વિરામ લીધો તે સામાન્ય જીવન જીવવા માટે ન્યૂયોર્ક ગયો હું મેહરબાનના શૂટિંગ માટે ત્યાં ગયો હતો હું તેને મળ્યો અને તેને કહ્યું કે 25 વર્ષ સુધી ફિલ્મોમાં કામ કર્યા બાદ હું થાકી ગયો છું અને બ્રેક માંગુ છું.

અનિલના જણાવ્યા અનુસાર અમિત જીએ મને કહ્યું જીવનમાં ક્યારેય આવી ભૂલ ન કરો ક્યારેય બ્રેક ન લો ફિલ્મોમાંથી મેં મારી 38 વર્ષની લાંબી કારકિર્દીમાં ક્યારેય બ્રેક લીધો નથી અમિતજીની આ શિખામણના કારણે જ આજે અનિલકુમાર ફિલ્મી દુનિયામાં ચાલી રહ્યા જો જો તેમણે આ વાત ણ મણિ હોત અને બ્રેક લીધો હોત તો બોલિવૂડમાઠી ગાયબ થઈ ગયા હોત.

કેમકે તમે બૉલીવુડમાં જોઈ શકો છો કેટલી પ્રતિસ્પર્ધા છે મોટા એક્ટર ફિલ્મ કરવાનું ના પાડે ત્યારે નાના અકટોરોના હાથમાં ફિલ્મ આવતી હોય છે એટ્લે તેમનો ટૂંક સમયમાં લીધેલો બ્રેક લાંબા સમય માટે થઈ જતો એટલા માટે જ આજે પણ અનિલ કપૂર અમિતાભની આ ટીપના આભારી છે.

અભિનેતાએ કહ્યું કે તેમના જીવનની શ્રેષ્ઠ ક્ષણોમાંથી એક સ્ટેજ પર પ્રતિષ્ઠિત ઓસ્કર ફિલ્મ સ્લમડોગ મિલિયોનેર મેળવવાનો હતો તેમણે કહ્યું દુનિયાભરના તમામ કલાકારો અને દિગ્દર્શકો ઓસ્કાર મેળવવાનું સ્વપ્ન ધરાવે છે ફિલ્મમાં મારો નાનો રોલ હતો આ ખુશી મારા હૃદયમાં કાયમ રહેશે.

તેમણે ફિલ્મ પુકાર માટે રાષ્ટ્રીય પુરસ્કાર મેળવવાનું પણ પોતાના માટે શ્રેષ્ઠ ક્ષણ ગણાવ્યું હતું અનિલની પુત્રી સોનમ કપૂરને આ વર્ષની શરૂઆતમાં ફિલ્મ નીરજા માટે રાષ્ટ્રીય પુરસ્કાર આપવામાં આવ્યો હતો અભિનેતાએ જણાવ્યું હતું કે સોનમને રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી તરફથી એવોર્ડ લેતા જોવું તેમના માટે ઓસ્કર જીતવા કરતાં વધુ અદ્ભુત ક્ષણ હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *