શાહરુખ ખાનના દીકરા આર્યન ખાનની જામીન અરજી માટે થનારી સુનવણી હજુ પણ લંબાવાઈ કહેવાય છે ને કે જીવનમાં અમુકવાર એવો સમય આવે જ્યારે માણસ પાસે પૈસા હોવા છતાં તે કઈ જ નથી કરી શકતો હાલમાં બોલીવુડના રોમાન્સ કિંગ શાહરૂખખાનની હાલત પણ કઈક આવી જ જોવા મળી રહી છે.
શિપ પાર્ટી કેસમાં પકડાયેલા દીકરા આર્યનખાનને નીકળવા શાહરૂખ ખાન પૈસા અને ઓળખાણ બંનેનો ભરપૂર ઉપયોગ કરી રહ્યા છે અને છતાં પણ તેમના દીકરાને જામીન નથી મળી રહ્યા નોંધનીય છે કે વકીલ સતિષ માનશિંદેએ કરેલી જામીન અરજી બે વાર નામંજૂર થવાના કારણે શાહરૂખ ખાને પોતાના દીકરા આર્યનને બહાર નીકાળવા ખાસ જામીન કરાવવામાં એક્સપર્ટ વકીલ અમિત દેસાઈને આ કેસ સોંપ્યો છે.
જે બાદ આજે આર્યનની કોર્ટમાં સુનવણી હતી આર્યન માટે કોર્ટમાં શાહરૂખની મેનેજર પૂજા દદલાની પણ હાજર રહી હતી બધાને આશા હતી કે આજે આર્યનને જામીન મળી જ જશે આજે કોર્ટમાં સુનવણીમાં દલીલો એટલી લાંબી ચાલી કે કોઈપણ વકીલ પોતાની દલીલો રજૂ કરી શક્યા નહિ જેથી આ કેસને નવી તારીખ આપવામાં આવી છે.
જો કે કાલે કોર્ટમાં પાંચ કેસની સુનાવણી હોવાથી પાંચ કેસ પત્યા પછી જ જજ આ કેસમાં કોઈ સુનવણી કરીને નિર્ણય લેશે પરતું જો કાલે પણ આર્યનને જામીન ન મળ્યા તો તેને એક લાંબા સમય માટે જેલમાં રહેવું પડશે ઉલ્લેખનિય છે કે આજે કોર્ટની સુનવણી શરૂ થતાં પહેલાં જ અધિકારીઓએ પોતાનું નિવેદન નોંધાવ્યું હતું કે આર્યન વસ્તુનું વેચાણ કરનાર વ્યક્તિના સંપર્કમાં હતો જેને કારણે તેને હાલમાં જેલમાં રાખવામાં આવ્યો છે.