બોલીવુડ અભિનેત્રી અમીષા પટેલનું નામ તો તમે સાંભળ્યું જ હશે.સની દેઓલની ફિલ્મ ગદ્દર એક પ્રેમકથામાં મુખ્ય ભૂમિકા ભજવી ઘરઘરમાં લોકપ્રિય બનેલી આ અભિનેત્રી એક બે ફિલ્મ બાદ અચાનક જ બોલિવૂડથી ગાયબ થઈ ગઈ હતી.
જોકે હાલમાં આ અભિનેત્રી ફરીથી ચર્ચામાં આવી છે.હાલમાં આ અભિનેત્રી તેના એક ટ્વીટને કારણે ચર્ચામાં આવી છે.અભિનેત્રી અમીષા પટેલે હાલમાં જ ફિલ્મ ગદર પાર્ટ 2ને લઈ એક ટ્વીટ કર્યું છે જેમાં તેણે ફિલ્મના પ્રોડ્યુસર અને ડાયરેકટર પર અનેક આક્ષેપો લગાવ્યા છે.
પોતાના ટ્વીટમાં અમીષા પટેલે જણાવ્યું કે અનિલ શર્મા જે ફિલ્મના પ્રોડ્યુસર અને ડાયરેકટર છે તેમના કારણે શૂટમાં ઘણા પ્રશ્નો ઊભા થયા છે.તેમને મેકઅપ આર્ટિસ્ટ, કોસ્ચ્યુમ ડિઝાઈનર ને તેમના પૈસા તો નહોતા જ ચૂકવ્યા પરંતુ આ સાથે તેમને કલાકારો માટે રહેવા જમવાની કે શૂટ થી એરપોર્ટ જવાની વ્યવસ્થા પણ કરી ન હતી.
અમિષાએ કહ્યું જી સ્ટુડિયોની દખલગીરી બાદ જ દરેકને પોતાની પૂરતી ફી મળી છે જોકે અમીષાના આ ટ્વીટ બાદ લોકો રોષ ઠાલવી રહ્યા છે લોકોનું માનવું છે કે અમીષા ફિલ્મને રિલીઝ પહેલા જ નેગેટિવ બનાવી રહી છે.
જણાવી દઇએ કે હાલમાં જ ગદર ફિલ્મનું ગીત ઉડ જા કાલે કાગા રિલીઝ થયું છે.વાત કરીએ અમીષા પટેલ વિશે તો અમીષા થોડા દિવસ પહેલા જ દરગાહ પર જવાને કારણે ચર્ચામાં આવી હતી.જે બાદ લોકોએ તેને ટ્રોલ કરી હતી.