ટિકટોક સ્ટાર કીર્તિ પટેલ વિશે તો તમે જાણતા જ હશો.જ્યા એક તરફ આજની યુવતીઓ મેકઅપ અને ફેશન માં પોતાનો સમય વિતાવી રહી છે.તેવામાં કીર્તિ પટેલ એક એવી વ્યક્તિ છે જે દેશમાં ચાલી રહેલી દરેક સારી નરસી બાબત પર પોતાની પ્રતિક્રિયા આપતા હોય છે.
ખાસ કરીને મહિલાઓ સાથે થતા અન્યાય વિશે કીર્તિ પટેલ હમેશા પોતાનો અવાજ ઉઠાવતા જોવા મળતા હોય છે.થોડા સમય પહેલા જ કીર્તિ પટેલે સૂરજ ભુવાજી કેસમાં જાણીતા લોકોનો સપોર્ટ માંગી ધારાને ન્યાય અપાવવા પ્રયત્ન કર્યો હતો. જેનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો.
જો કે આ બાબતને હજુ થોડા જ દિવસ થયા છે ત્યાં તો કીર્તિ પટેલ સામે સુરતના કામરેજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોધાઇ હોવાનું સામે આવ્યું છે.મળતી માહિતી અનુસાર ગત ૧૯ તારીખે કીર્તિ પટેલ, શૈલેષ મેર, દિનેશ દેસાઈ, મેહુલ આહીર સહિતના લોકોએ કામરેજ ટોલનાકા પર ગાયોથી ભરેલી એક ટ્રક રોકી હતી.
આ ગાયો ગેરકાયદેસર રીતે કતલ ખાને લઈ જવાની શંકા થતા તમામ લોકોએ ટ્રક રોકી ડ્રાઈવર ને માર માર્યો હતો.જો બાદમાં આ તમામ ગાયોને કાયદેસર રીતે લઈ જવાતી હોવાનું જાણવા મળ્યું હતું.જે બાદ કામરેજ પોલીસ મથકે કીર્તિ પટેલ વિરૂદ્ધ ફરિયાદ નોંધાઈ હતી જણાવી દઇએ કે કીર્તિ પટેલ એ ગૌ પ્રેમી વ્યક્તિ છે.ગાયને ચારો ખવડાવતો તેમનો વિડિયો હાલમાં સામે આવ્યો છે.