Cli
this happened with talala village person

તાલાળાના યુવાન સાથે મ્યાનમાર જે થયું એ જાણી તમારા પગ નીચેથી જમીન સરકી જશે…

Breaking

આજકાલ યુવાનોમાં વિદેશ જવાની કેટલી હોડ લાગી છે એ તો તમે જાણતા જ હશો.શાળાનો અભ્યાસ પૂરો થતા જ અથવા તો અહી  નોકરીમાં વધુ પગાર ન મળતા યુવાનો વિદેશ જતા હોય છે. પરંતુ ઘણીવાર એમની આ લાલચ એમને મોંઘી પડી જતી હોય છે અને યુવાનોનો જીવ જોખમમાં મુકાઇ જતો હોય છે.

હાલમાં એક આવો જ કિસ્સો ગીર સોમનાથથી સામે આવ્યો છે જેમાં પૈસા કમાવવા મ્યાનમાર ગયેલા યુવાન ને ત્યાં પૈસા ને બદલે યાતના આપવામાં આવી માહિતી અનુસાર તાલાલા તાલુકાના પીપળવા ગામમાં રહેતા જગમાલ બામરોટિયાનો પુત્ર નીરવ પૈસા કમાવવા માટે અમદાવાદના એજન્ટ મારફત દુબઈ નોકરી માટે ગયો હતો.જો કે  થોડા સમય દુબઈમાં નોકરી કર્યા બાદ તેને વધુ પગારની લાલચ આપી થાઇલેન્ડ મોકલવાનું કહી મ્યાનમાર મોકલી દેવામાં આવ્યો હતો.

નીરવને અહી જે કંપનીમાં મોકલવામાં આવ્યો હતો તે  ફ્રોડ હતી જો કે શરૂઆતમાં નીરવને આ વાતની જાણ ન હોવાથી તેને કામ કર્યું પરંતુ બાદમાં જાણ થતાં જ નિરવે કામ કરવાની ના કહી દીધી તેમજ વતન પરત જવાની વાત પણ કરી હતી.

આ સમગ્ર ઘટના અંગે વાત કરતા હાલમાં ભારત પરત ફરેલા નિરવે જણાવ્યું કે ત્યાં તેમને ડેટા એન્ટ્રી કરવાની નોકરી હતી.જો તે લોકો રોજની પાંચ ખોટી એન્ટ્રી ન કરે તો માર મારવામાં આવતો નિરવે જણાવ્યું કે તે લોકોએ તેનો ફોન લઈ લીધો હતો .જે બાદ તેને અન્ય ફોનથી પરિવારને સમગ્ર ઘટના અંગે જાણકારી આપી હતી.જે બાદ પરિવારે પોલીસને જાણ કરતા નીરવને ભારત લાવવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી.

ભારત સરકાર,ઇમિગ્રેશન ડિપાર્ટમેન્ટ તેમજ રમેશ રાવલિયા, જે ભાણવડના ઉદ્યોગપતિ છે, તેમજ અગાઉ મ્યાનમાર પાંચેક વખત જઈ આવેલા છે  તેમની મદદથી મ્યાનમાર આર્મી ને સમગ્ર બાબતની જાણ કરાતા તેમને તપાસ હાથ ધરી હતી. જે બાદ ત્યાં નીરવ જેવા અનેક યુવાન તેમજ બે યુવતીઓ હોવાનું પણ સામે આવ્યું હતું જે બાદ આર્મી એ નીરવ અને બાકીના લોકોને તે ફ્રોડ લોકો પાસેથી છોડાવી વતન પરત મોકલ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *