અત્યારે સાઉથના એક્ટર એમની ફિલ્મ પપુષ્પાને લઈને ચર્ચામાં છે અલ્લુ અર્જુન અને રશ્મીકાએ કરેલ આ ફિલ્મ ખુબજ કમાણી કરી રહી છે ફિલ્મે બોક્સઓફિસમાં કમાણીના બધા રેકોર્ડ તોડી દીધા છે અલ્લુ અર્જુનની પુષ્પા ફિલ્મે અત્યાર સુધી 300 કરોડની કમાણી કરી છે પુષ્પા ફિલ્મ બાદ અલ્લુ અર્જુનની ફેન ફોલોવિંગ ખુબજ વધી રહી છે.
એક્ટરની લોક ચાહના જોઈને એમને બૉલીવુડ તરફથી હિન્દી ફિલ્મોની ઓફર આવી રહી છે પરંતુ લાગે છે હિન્દી ફિલ્મો માટે અલ્લુ અર્જુનના ફેને થોડી વધુ રાહ જોવી પડશે બૉલીવુડ ફિલ્મોની વાત કરતા અલ્લુ અર્જુને એક ઇન્ટરવ્યૂમાં જણાવ્યું કે એમને બૉલીવુડ ફિલ્મોની ઓફર મળી પરંતુ કોઈ ઓફર એટલી સારી ન હતી જેના માટે તેઓ હા પાડી દે.
તમને જણાવી દઈએ અલ્લુ અર્જુન ઘણા વર્ષોથી સાઉથ ફિલ્મોમાં કામ કરી રહ્યા છે એમને બૉલીવુડ ફિલ્મોમાં કામ કરવા માટે સમય લાગશે અલ્લુ અર્જુન કહે છે તેઓ હિન્દી ફિલ્મો કરવા માટે તૈયાર છે પરંતુ એમને સારી સ્ટોરી મળવી જોઈએ અલ્લુ અર્જુનનું કહેવું છે પહેલા તેઓ ફિલ્મની કહાની જોવે સારી લાગે તોજ ફિલ્મો કરવા તૈયાર છે.
વધુમાં અલ્લુ કહે છે તેમને બૉલીવુડ ફિલ્મોમાં મુખ્ય અભિનેતાનું પાત્ર મળે તોજ તેઓ ફિલ્મ કરશે બીજી વાત એમને ડબલ રોલ વાળી ફિલ્મો પસંદ નથી એટલે સિંગલ રોલજ કરશે બાકી ફિલ્મની સ્ટોરી સારી હોવી જોઈએ બાકી સ્ટોરી સારી નહી હોય તો ફિલ્મો નહીં કરે એવી અલ્લુ અર્જુને બોલીવુડને શરતો સાથે ફિલ્મમાં કામ કરવાની હા પાડી છે.