Cli
alia bhatt and ranbir news

રણબીર નથી લગાવવા દેતો આલિયા ભટ્ટ ને લિપસ્ટિક જાણો શું છે કારણ…

Breaking

બોલીવુડ ઇન્ડસ્ટ્રીમાં ઘણા એવા કપલ છે જે અવારનવાર પોતાના સંબંધોને કારણે ચર્ચામાં આવતા હોય છે.આવું જ એક કપલ છે આલિયા ભટ્ટ અને રણબીર કપૂર.

આલિયા અને રણબીરના સંબંધો લગ્ન પહેલા અને લગ્ન પછી પણ અવારનવાર ચર્ચામાં આવતાં રહ્યા છે.આલિયા અને રણબીર ના લગ્ન પહેલા આલિયા ના ચાહકોએ તેને રણબીર સાથે લગ્ન ન કરવા કહ્યું હતું એ તો તમે જાણતા જ હશો.લગ્ન પહેલા અનેક વાર આલિયા રણબીર ના એવા વીડિયો સામે આવ્યા છે જેમાં રણબીર આલિયા નું અપમાન કરતો જોવા મળ્યો હતો.

જેને લઇને આલિયાના ચાહકોએ રણબીર સાથે લગ્ન ન કરવાની સલાહ આપી હતી જોકે આલિયાએ રણબીર કપૂર સાથે લગ્ન કરી લીધા અને હાલમાં તે એક દીકરીની માતા પણ બની ચૂકી છે. પરંતુ હાલમાં ફરી એકવાર આલિયા ભટ્ટ નો એક એવો વીડિયો સામે આવ્યો છે જેને જોતા લોકો ફરી આલિયાને રણબીર સાથે ન રહેવાની સલાહ આપતા જોવા મળી રહ્યા છે.

હકીકતમાં આલિયાએ હાલમાં એક લિપસ્ટિક બ્રાન્ડ માટે શૂટ કર્યું હતું.આ દરમિયાન તેણે જણાવ્યું કે રણબીર તેને લિપસ્ટિક પણ નથી લગાવવા દેતો.જ્યારે પણ તે લિપસ્ટિક લગાવે છે તો રણબીર તે વાઇપ કરવાનું એટલે કે નીકળવાનું કહી દે છે.

આલિયાએ કહ્યું કે રણબીરને તેના નેચરલ એટલે કે લિપસ્ટિક વિનાના હોઠ વધુ ગમે છે.જો કે એક રીતે આલિયા ની વાતમાં કઈ ખરાબી નથી પરંતુ આ જ વાતને લઈ હાલમાં લોકો તેને રણબીર ને છોડી દેવાની સલાહ આપી રહ્યા છે.

લોકોનું કહેવું છે કે રણબીર એક ખરાબ પતિ છે અને આલિયાએ તેની સાથે ન રહેવું જોઈએ.એક વ્યક્તિએ કહ્યું દીપિકા બનો,કેટરિના બનો અને પોતાના રણવીર કે વિકી ને શોધો,આલિયાની જેમ રણબીર સાથે ન રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *