બુધવારે એટલેકે 5 જાન્યુઆરીએ એક્ટર દીપિકા પાદુકોણનો જન્મદિવસ હતો એક્ટર દીપિકા અત્યારે 36 વર્ષની થઈ ગઈ અને આ વખતે પણ પોતાના પતિ રણવીર સિંહ સાથે જન્મદિવસ ઉજવ્યો દીપિકાને સોસીયલ મીડિયામાં તમામ સેલિબ્રિટીઓએ જન્મદિવસની શુભકામનાઓ પાઠવી એવામાં રણવીરસિંહે પણ.
પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર દીપિકા પાદુકોણની એક તસ્વીર શેર કરી હતી જેમાં દીપિકા સમુંદર માં નહાતી જોવા મળી હતી હવે સમુંદરમાં સ્નાન કરવું એ કોઈ મોટી વાત નથી હોલિડેની આવી તસ્વીર ઘણીવાર સામે આવતી રહે છે પરંતુ આ તસ્વીરની મજેદાર વાત છે પોસ્ટનું કેપશન જે દરેકનું ધ્યાન ખીંચી રહ્યું છે.
રણવીર સિંહે દીપિકાની તસ્વીર શેર કરતા કેપશનમાં લખ્યું પોતાના જન્મદિવસ પર ફિલ્મ ગહેરાઈયોને પ્રમોટ કરતી મારી બેબી તસ્વીરમાં દીપિકા પાદુકોણને ટેગ કરતા રમુજી લખાણ શેર કર્યું હતું ફેનને પણ રણવીરનો આ અંદાજ પસંદ આવી રહ્યો છે દીપિકાને જન્મદિવસ પર નામી અનામી તમામ લોકોએ શુભેચ્છા પાઠવી હતી.