Cli
nuh hinsa update

નૂહ હિંસાના વિરોધમાં રસ્તા પર ઉતર્યા હરિયાણાના વિદ્યાર્થી…

Breaking

ભારતમાં કાયદા ગમે તેટલા હોય પરંતુ દરેક કાયદા માત્ર કાગળ પર જ રહી જતા હોય છે.આવું જ કઈ ભારતના લોકતંત્ર અંગે પણ જોવા મળી રહ્યું છે ભારતને એક લોકતંત્ર કહેવામાં આવે છે પરંતુ અહી પોતાનો પક્ષ મૂકનારને સજા થતી જોવા મળતી હોય છે.લોકતાંત્રિક દેશ તરીકે ઓળખાતા આ દેશમાં દેશની કોઈપણ બાબતમાં પોતાનો પક્ષ મૂકનાર કે વિરોધ દર્શાવતા લોકોને જ સજા કરવામાં આવી હોવાના કિસ્સા સામે આવતા હોય છે.

હાલમાં પણ દેશની સરકારની આ ભેદભાવભરી નીતિ ફરી એકવાર જોવા મળી છે.હાલમાં મેવાતના નૂહમાં થયેલા ધાર્મિક હુમલા અંગે તો તમે જાણતા જ હશો. આ જ હુમલાના વિરોધમાં હરિયાણાના વિદ્યાર્થી સંગઠનો દ્વારા વિરોધ નોંધાવવામાં આવી રહ્યો હતો.

કેટલાક વિદ્યાર્થીઓ દ્વારા આ હુમલાના વિરોધમાં રેલી કરવામાં આવી હતી વિદ્યાર્થીઓનું કહેવું હતું કે ભાજપ સરકાર આર એસ એસ,બજરંગ દળ દ્વારા દેશમાં ધાર્મિક વિવાદ ઉભો કરવામાં આવી રહ્યો છે તેમનું કહેવું છે કે બિટુ બજરંગીને પકડવાથી આ કિસ્સો પૂરો નથી થતો.

અન્ય આરોપી પણ આ હિંસામાં હતા જેમને પકડવા સરકાર કોઈ પગલાં ભરી નથી રહી જણાવી દઇએ કે વિરોધ પર ઉતરેલા આ વિદ્યાર્થીઓની પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે.તેમના પર લાઠી ચાર્જ પણ કરવામાં આવ્યો છે.

વાત કરીએ સમગ્ર ઘટના વિશે તો મેવાતના નૂહમાં વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા બ્રિજમંડલ જળાભિષેક યાત્રા કાઢવામાં આવી રહી હતી. આ યાત્રા ગુરુગ્રામ-અલવર રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર પહોંચી હતી ત્યારે યુવાનોના એક જૂથે શોભાયાત્રા પર પથ્થરમારો શરૂ કરી દીધો હતો.

હિંસા વધતાં સરકારી અને ખાનગી વાહનોને નિશાન બનાવવામાં આવ્યા હતા હિંસા દરમિયાન ગાડીઓ પર પથ્થર ફેંકવામાં આવ્યા હતા.એટલું જ નહિ તેમાં આગ પણ લગાવવામાં આવી હતી.

જે બાદ પરિસ્થિતિને કાબૂમાં લેવા પોલીસે ટિઅર ગેસનો ઉપયોગ કર્યો હતો અને હવામાં ફાયરિંગ કર્યું હતું.સાથે જ વધારાના સુરક્ષાકર્મીઓને પણ બોલાવવામાં આવ્યા હતા આ ઘટના માં ૨૦ લોકોને ઈજા પહોંચી છે તો કેટલાક લોકોએ જીવ ગુમાવ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *