ગુજરાતના સોનું સુદ ગણાતા નીતિન જાની વિશે તો તમે જાણતા જ હશો.આજે ગુજરાતભરમાં એવું કોઈપણ નથી જે નીતિન જાનીના નામથી અજાણ્યું હોય.યુવાનો નીતિન ભાઈને તેમના સેવાભાવી સ્વભાવને કારણે જાણે છે તો બાળકો તેમને તેમના સોશિયલ મીડિયામાં નામ ખજૂરથી જાણે છે.
નીતિન જાની એક એવા વ્યક્તિ છે જેમને લાખો રૂપિયાના પગારની નોકરી છોડી પોતાના ગમતા કરિયરમાં ઝંપલાવ્યું હતું.તેમને ખજૂર અને વિજૂળીના નાના કોમેડી વિડિયો બનાવવાની શરૂઆત કરી હતી આ સાથે જ તેમણે લોકસેવાના કામોની શરૂઆત પણ કરી હતી.
આ જ કારણ નીતિન જાનીની લોકપ્રિયતા આજે દેશ વિદેશમાં ફેલાઈ છે.આજે માત્ર દેશમાં જ નહિ વિદેશમાં રહેતા લોકો પણ નીતિન જાનીનું સન્માન કરતા થયા છે હાલમાં જ નીતિન જાનીનો એક વીડિયો સામે આવ્યો છે જેમાં નીતિન જાની યુએસમાં ચરોતરના એક પરિવાર સાથે જોવા મળી રહ્યા છે.
ઈન્સ્ટાગ્રામ પર વાયરલ થયેલા આ વીડિયોમાં તમે જોઈ શકો છો કે પરિવારમાં નીતિન જાનીનું ઢોલ વગાડી,ફૂલોના હાર પહેરાવી સ્વાગત કરવામાં આવે છે.સાથે જ નીતિન જાની પણ પરિવારના સભ્યો સાથે ભળી જઈ તેમના બાળકોને રમાડતા જોવા મળી રહ્યા છે.
વાત કરીએ નીતિન જાની ની લોકસેવા વિશે તો આજદિન સુધી તેમને અનેક ગરીબ લોકોને પાકા મકાનો બનાવી આપ્યા છે,સાથે જ ગરીબ અનાથ બાળકોના ભણતરમાં મદદ કરી છે.