પ્રેમના મામલે ઉંમરના અંતરને તોડતા એવા ઘણા કિસ્સા તમે સાંભળ્યા હશે મધ્યપ્રદેશના ગ્વાલિયરનો પ્રેમનો એક એવો મામલો સામે આવ્યો છે જ્યાં 67 વર્ષની એક ઘરડી મહિલાને 28 વર્ષના એક યુવાનથી પ્રેમ થઈ ગયો તેન બાદ બંનેએ ઉંમરના અંતરના બંધનને તોડતા લિવ ઇનમાં રહેવાનો ફેંસલો કર્યો ફોટોમાં દેખાઈ રહેલ.
તસ્વીર એક પ્રેમી જોડીની છે 67 વર્ષની આ મહિલાનું નામ રામકલી છે અને તેની સાથે ઉભા એ યુવકનું નામ ભોલુ છે બંને ગ્વાલિયરના મુરેના જિલ્લામાં રહે છે બંનેની જોડી કેટલાય વર્ષોથી એક સાથે રહી રહ્યા છે નવાઈ ની વાત એછે કે બંને લગ્ન કરવા નથી માંગતા એમને લિવ ઇનમાં રહેવું છે એમણે લિવ ઇનમાં.
રહેતા દરમિયાન કોઈ સમસ્યા ન આવે એટલે એમને ગ્વાલિયર જિલ્લા કોર્ટને નોટરી આપી છે મામલને લઈને વકીલ દિલીપ અવસ્થીએ જણાવ્યું કે 67 વર્ષની રામકલી અને 28 વર્ષના ભોલુ એકબીજાને પ્રેમ કરે છે અને એકબીજા સાથે રહેવા માંગે છે પરંતુ લગ્ન નથી કરવા માંગતા લિવઇનમાં રહેતા સમયે કોઈ વિવાદ ન થાય.
એટલે બંનેએ અરજી કરી છે કપલ ગ્વાલિયરના જિલ્લા ન્યાયાલયમાં પહોંચ્યા છે જ્યાં બંને લિવઇનમાં રહેવાના કાગળ સાથે લઈને આવ્યા અને નોટરી કરાવી એમને જણાવ્યું કે લિવ ઇનમાં રહેતા દરમિયાન ભવિષ્યમાં કોઈ વિવાદ ન થાય એટલે નોટરી કરાવવા આવ્યા છે મિત્રો આ અજબ પ્રેમ કી ગજબ કહાની પર તમે શું કહેશો.