અત્યારના દિવસોમાં ડિપ્રેશનના શિકાર અને પારિવારિક ચિંતાઓથી કંટાળીને ખાસ કરીને લોકોને જીવનથી હારીને મોતને ગળે લગાવતા જોવા મળતા હોય છે હાલમાં જ એક વિડિઓ સોસીયલ મીડિયામાં વાઇરલ થઈ રહ્યો છે જેમાં એક 18 વર્ષના યુવકને ટ્રેન સામે કૂદીને ખુદખુશી કરવાની કોશિશ કરતા જોવા મળી રહ્યો છે.
આ દરમિયાન ત્યાં હાજર રેલવે પોલીસ કર્મચારીએ પોતાનો જીવ જોખમે મૂકીને તે યુવકને બચાવતા જોઈ શકાય છે અને પોલીસ કર્મચારી એ યુવકને બચવામાં સફળતા પણ મળે છે સોસીયલ મીડિયામાં વિડિઓ વાઇરલ થતા યુઝરો પોતાની પ્રતિક્રિયા આપીને પોલીસ જવાનને રિયલ લાઈફના હીરો બતાવી રહ્યા છે.
મળતી માહિતી મુજબ આ ઘટના 23 માર્ચના રોજ મારાષ્ટ્ર્ના થાણેના વિઠલવાડી રેલવે સ્ટેશન થઈ હતી સીસીટીવી રેકોર્ડ ઘટનામાં જોઈ શકાય છેકે રેલવે પ્લેટફોર્મ પર ઝડપથી આવી રહી રેલવે એક્સપ્રેસ સામે યુવક પાટા પર કૂદી પડે છે જેને જોઈને ત્યાં ઉભેલ પોલીસ કોસ્ટેબલ હરિકેશ માનીએ કંઈ વિચાર્યા વગર.
પોતાનો જીવ જોખમમાં મૂકીને પાટા પર કૂદકો મારીને યુવકને ધક્કો મારીને બચાવી લીધો હતો જે વિડિઓ અત્યારે સોસીયલ મીડિયામાં વાઇરલ થઈ રહ્યો છે જેને અત્યાર સુધી લાખોમાં વ્યુ મળી ચુક્યા છે જયારે યુવકને બચાવનાર પોલીસ કોસ્ટેબલને લોકો શુભેછાઓ પાઠવી રહ્યા છે મિત્રો પોસ્ટ પસંદ આવી હોય તો શેર કરવા વિનંતી.