Cli
agarbatti from flower business

સુકાઈ ગયેલા ફૂલોને ફેકવાને બદલે આ કાકાએ શરૂ કર્યો અનોખો ધંધો ! કમાય છે રોજના 20,000…

Business

ભારત મંદિરોનો દેશ છે એ તો તમે જાણતા જ હશો. આપણા ભારત દેશમાં એક જ વિસ્તારોમાં દસ થી વધારે મંદિરો જોવા મળતા હોય છે અને આ જ મંદિરોમાં રોજના લાખો ફૂલ ચડતા હોય છે.સમસ્યા એ છે કે સવારના સમયે ચડાવેલા આ ફૂલ સાંજ પડતા જ મદિરમાં ઠેર ઠેર પડેલા અને પગમાં આવતા જોવા મળતા હોય છે ખરું ને? આ ફૂલો એ હદ સુધી પગ નીચે કચડાતા હોય છે કે ન ઇચ્છવા છતાં પણ આપણે તેની પર પગ મૂકીને ચાલવું પડતું હોય છે. આવા સમયે આપણને સૌને એક વિચાર આવતો હશે કે ભગવવાના ફૂલોની આવી દશા આનાં કરતાં ફૂલ ન ચડાવવા સારા, કોઈને એમ થતું હશે કે આ મંદિર વાળાં આમાંથી કોઈ વસ્તુ બનવાનો વિચાર કેમ નહિ કરતા હોય ? બિચારા કોઈ ગરીબને રોજગાર મળી રહે અને આ ફૂલો આમ કચડાઈ પણ નહિ. તો..તો. જો તમે પણ આવા કોઈ બિઝનેસ અંગેનો વિચાર કરી રહ્યા છો તો આજનો આ લેખ તમારા માટે જ છે.

આજના આ લેખમાં અમે તમને જણાવીશું કેવી રીતે માત્ર એક નાનકડા મશીન દ્વારા તમે રોજની લાખો રૂપિયાની કમાણી કરી શકો છો. સાથે જ તમે લોકોને રોજગાર પણ આપી શકો છો. આ ઉપરાંત તમે પ્રકૃતિની સાચવણી કરી શકશો તે નફા નું. તમને થશે કે આ શેનો બિઝનેસ છે? કેવી રીતે કરવાનો છે? કેટલું રોકાણ છે. તો આજના આ લેખમાં અમે તમને આ દરેક પ્રશ્ન અંગે જવાબ આપીશું વાત કરીએ આ મશીન લગાવવાના ખર્ચા અંગે તો આ મશીન ૧ લાખ ૫૦ હજારમાં મળી રહે છે. સાથે જ તમે એકવસર્માં તેમાંથી ૧ કિલો માલ તૈયાર કરી શકો છો.

સૌ પહેલા વાત કરીએ આ બિઝનેસ શેનો છે તે અંગે તો આ બિઝનેસ છે મંદિરના ફેંકી દેવાયેલ ફૂલોમાંથી ધૂપબત્તી બનાવવાનો. મંદિરમાં વાસી થયેલ, મુરઝાયેલા ફૂલોના ઉપયોગથી ધૂપબત્તી બનાવવાનો આ બિઝનેસ છે. જે બાદ વાત કરીએ આ બિઝનેસ કેવી રીતે કરવામાં આવે છે અને તેની પ્રક્રિયા શું છે તે અંગે તો , દરેક મંદિરમાંથી રોજના ૧૦ક્વિન્ટલ જેટલા ફૂલો મળી રહેતા હોય છે. આ ફૂલોને લઈ , તેને ૭ દિવસ સુધી સૂકવવા. ફૂલો પૂરેપૂરા સુકાય જાય તે બાદ તેનો પાઉડર બનાવી લેવો. આ પાઉડરમાં માપસરનું પાણી નાખી તૈયાર થયેલ માલને મશીનમાં નાખો.

જણાવી દઇએ કે આ મશીન ખાસ ફૂલોમાંથી ધૂપબત્તી બનાવવા માટે તૈયાર કરવામાં આવ્યું છે. બજારમાં મળતા ધુપબત્તી મશીનથી આ માલ તૈયાર કરી શકાશે નહી. માલને મશીનમાં નાખી, મશીન ચાલુ કરો.તમે જોઈ શકશો કે મશીનના આગળના ભાગમાંથી ધુપબત્તી બની બહાર નીકળશે. જો તમને તેનું ફિનીશિંગ ન ગમે તો બહાર નીકળેલ ધુપબત્તીને ફરી મશીનમાં નાખો. જે બાદ તૈયાર થયેલ ધુપબત્તીને સૂકવી દો.સુકાઈ ગયેલ ધુપબત્તી વેચાણ માટે તૈયાર છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *