Cli
this pocha business is amazing

માત્ર ૯૪૦૦ રૂપિયામાં શરૂ કરો આ બિઝનેસ અને ઘરે બેઠા બની શકો છો આત્મનિર્ભર…

Business

આજના યુગમાં કોઈપણ વ્યક્તિ નોકરી કરવા નથી ઈચ્છતો. દરેક વ્યક્તિને પોતાનો બિઝનેસ કરવાનો શોખ હોય છે. દરેક વ્યક્તિ એવું ઈચ્છતો હોય છે કે ૯ થી ૫ની નોકરી કરવાને બદલે તે ઘરે પોતાની મરજીથી કામ કરે. પરંતુ પૈસાના અભાવને કારણે દરેક લોકો પોતાનો બિઝનેસ શરૂ કરી શકતા નથી ખરું ને? તો આજે અમે તમારી સમસ્યાનું સમાધાન લઈને આવ્યા છીએ આજના આ લેખમાં અમે તમને એક એવા બિઝનેસ અંગે જણાવીશું જે તમે ઘરે બેઠા ખૂબ જ સરળતાથી કરી શકશો એને તે પણ કોઈ મોટા રોકાણ વિના. હવે તમને થશે કે આવો તો કયો બિઝનેસ છે? ચોક્કસ આમાં કોલેજ સુધીનું ભણતર જોઈતું હશે. મોટી જગ્યા જોઈતી હશે.

જો તમે પણ આવું વિચારી રહ્યા હોય તો તમે ખોટા છો. આ બિઝનેસ માં ભણતર ની બિલકુલ જરૂર નથી. ન તો તેમાં કોઈ ઈલેક્ટ્રીક કનેક્શનની જરૂર છે, સાથે જ આ કામ માટે તમને કોઈ મોટા મશીન કે મોટી જગ્યાની પણ જરૂર નથી હવે તમને થશે આવો બિઝનેસ? તો હા દોસ્તો આજે અમે તમારી માટે એક એવી કંપની અંગે જાણકારી લઈને આવ્યા છીએ જે તમને મશીન અને તેના માટે જરૂરી તમામ વસ્તુઓ પણ આપી રહી છે તો શેનું છે આ મશીન અને કેવી રીતે કામ કરે છે? સૌ પ્રથમ વાત કરીએ મશીન શેનું છે તે અંગે તો આ મશીન મોપ એટલે કે ઘરમાં જે દંડા વાળું પોતું વાપરવામાં આવે છે તે બનાવવાનો છે. જેને વસાવવાનો ખર્ચ માત્ર ૯૪૦૦ રૂપિયા છે.

વાત કરીએ મશીન કામ કરે તે અંગે તો કંપની દ્વારા એક નાનકડા બોક્સમાં તમને મશીનના અલગ અલગ ભાગ તેમજ દોરો આપવામાં આવે છે. સાથે જ કપ અને લોક પણ આપવામાં આવે છે. બોક્સ ઘરે પહોંચતા જ તમારે મશીનના અલગ અલગ ભાગને જોડી દેવાના હોય છે. જેમાં નીચેના પ્લેટ જેવા ભાગની નીચે પહેલા સ્ક્રુ લગાવી , તેમાં ઉપરનો પાઇપ વાળો ભાગ ફીટ કરવો. જે બાદ ઉપરના ભાગને પણ સ્ક્રુ વડે ફીટ કરી લેવો .તમારું મશીન તૈયાર છે. હવે સાથે મળેલ દોરાને મશીન પર ધીમેધીમે લપેટતા જાઓ, પછી દોરાને કાપી લો.

આ કાપેલા દોરામાં નીચે કપ અને ઉપરની તરફ લોક મૂકી તેને મશીન સાથે મળેલ ડાઈ માં નાખી મશીન નીચે મૂકો અને ધીમેથી મશીનના ઉપરના ભાગને દબાવો. હવે લોક અને કપ મોપ સાથે ફીટ થઈ ગયા બાદ લોકમાં સાથે મળેલી સ્ટીક લગાવો. હવે તમારું મોપ વેચાણ માટે તૈયાર છે જણાવી દઇએ કે આ મોપના પેકિંગ માટે કંપની દ્વારા તમને થેલી પણ આપવામાં આવે છે. સાથે જ જો તમને મશીનના ઉપયોગમાં સમસ્યા ઉદભવે તો તમે કંપનીમાં ફોન કરી મદદ માંગી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *