Cli
28 વર્ષનો મહેસાણા નો યુવક પશુપાલન ના વ્યવસાય થકી બન્યો લાખોપતિ, યુવાનો ને આપી પ્રેરણા...

28 વર્ષનો મહેસાણા નો યુવક પશુપાલન ના વ્યવસાય થકી બન્યો લાખોપતિ, યુવાનો ને આપી પ્રેરણા…

Breaking Business

આજકાલ યુવાનો અલગ અલગ ક્ષેત્રે પ્રગતિ કરી રહ્યા છે કોઈ વ્યાપાર ક્ષેત્રે તો કોઈ નોકરી ધંધા માં તો ઘણા યુવકો આધુનિક ખેતી પદ્ધતિ અનુસરી અને સમૃદ્ધ બની રહ્યા છે કોઠાસુધ અને આવડત ના જોર થી યુવાનો ઉચ્ચ મુકામ પ્રાપ્ત કરી ને સમાજને પ્રેરણા આપતા જોવા મળે છે.

એવા જ યુવક આજે પશુપાલન ના વ્યવસાય સાથે લાખોપતિ બની આ વ્યવસાય માં સફળતાના શિખરે પહોંચી યુવાપેઢીને સંદેશો આપી રહ્યા છે કે કોઈપણ ધંધામા પ્રગતિ કરી શકાય છે મહેસાણા જિલ્લાના ખેરાલુ તાલુકાના બળાદ ગામના વતની ગોવિંદ ભાઈ રબારીએ આર્ટસમાં પોતાનું ગ્રેજ્યુએશન પૂરું કર્યું.

તેઓ આરોગ્ય ખાતામાં નોકરી પર લાગ્યા પરંતુ તેઓ વારસાગત પશુપાલન ના વ્યવસાય સાથે સંકળાયેલા હતા તેઓના મન માં અલગ વિચારો ચાલી રહ્યા હતા તેમને કાંઈક અલગ કરવું હતું તેમને હાઈબ્રીડ ગાયો તૈયાર કરવાનું શરુ કર્યું વિદેશમાં થી તેઓ વિદેશી આખલાઓ નું સ્પર્મ મંગાવીને તેઓ અહીં દેશી ગાયો ને આપે છે.

અને તેઓ તેનાથી હાઈબ્રીડ ગાયો તૈયાર કરે છે તેમની પાસે અત્યારે 18 ગાયો અને ચાર ભેંસો છે તેઓ સારી એવી કમાણી કરી રહ્યા છે તેઓ આ વ્યવસાય માંથી દર વર્ષે લાખોની ઇન્કમ મેળવે છે ગોવિંદભાઈ રબારીએ પોતાના અભ્યાસનો ઉપયોગ અલગ રીતે કર્યો અને તેઓ હાઈબ્રીડ ગાયો ને તૈયાર કરીને.

વધારે દુધ આપતી ગાયો ને તૈયાર કરી રહ્યા છે તેઓ વિસ્તારમાં અનેક લોકો માટે પ્રેરણા રુપ બન્યા છે આજકાલ યુવાનો જ્યારે ઓછા પગારમાં નોકરી કરતા હોય છે ત્યારે સુઝબુઝ અને પોતાની આવડત અને બુદ્ધીશૈલી થી ગોવિંદ ભાઈ રબારીએ પોતાની 28 વર્ષની ઉંમરે આ વ્યવસાય માં સફળતા મેળવી છે,

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *