Cli
tomato powder business is amazing

૫ રૂપિયાની વસ્તુ ૫૦૦માં વેચીને આવી રીતે ઘરે બેઠા રોજના હજારો રૂપિયા કમાઈ આપતો ધંધો…

Business

આજના યુગમાં દરેક વ્યક્તિ એવું ઇચ્છતો હોય છે કે તે પોતાનો બિઝનેસ શરૂ કરે. તે ઘરે જ બેઠા કોઈ એવો ધંધો શરૂ કરે જેનાથી તે રોજના હજારો રૂપિયા કમાઈ શકે અને તે પણ પોતાના સમય મુજબ. પરંતુ ક્યારેક પૈસા ના અભાવને કારણે તો ક્યારેક જગ્યાના અભાવને કારણે ઘણા લોકોના આ સપના પુરા થતા નથી ત્યારે લોકોના મનમાં એવો વિચાર આવે કે એવો તો કયો બિઝનેસ કરવું જેમાં રોકાણ પણ ન કરવું પડે અને જગ્યા માટેનો ખર્ચો પણ ન કરવો પડે. ઘણીવાર એવો વિચાર આવતો હોય છે કે શું આવો પણ કોઈ બિઝનેસ હોઈ શકે?

જો તમે પણ એવું વિચારતા હોય તો આજનો લેખ તમારા માટે છે આજે અમે તમારી માટે એક એવા બિઝનેસની રીત લઈને આવ્યા છીએ. જે તમે ઝીરો રોકાણથી શરૂ કરી શકો છો. સાથે જ આ બિઝનેસમાં કોઈ મશીનની કે કોઈ મોટી જગ્યાની પણ જરૂર પડતી નથી. આ બિઝનેસ શરૂ કરવા માટે તમારે એક પાવડર બનાવવાનો છે અને તેનું વેચાણ કરવાનું છે. હવે તમને થશે કે પાવડર બનાવવા માટેની વસ્તુઓ માટે ખર્ચો તો કરવો જ પડશે ને પાવડર બનાવવાનું મશીન પણ લાગુ પડશે? તો અમે તમને જણાવી દઈએ કે આ એક એવી વસ્તુનો પાવડર છે જે તમે માત્ર ૧૦-૧૫ રૂપિયામાં ખરીદી શકો છો અને આ પાવડર બનાવવા માટે તમારે કોઈ અલગ મશીનની જરૂર પડતી નથી. આ પાવડર છે ટામેટા પાવડર.

એ તો તમે જાણતા જ હશો કે આજે દરેક ઘરના ભોજનમાં ટામેટાનો ઉપયોગ વધતો જાય છે સવારનો નાસ્તો હોય કે બપોરનું ભોજન કે પછી સાંજનું નાસ્તો દરેક વસ્તુમાં ટામેટાનો ઉપયોગ સામાન્ય થઈ ગયો છે. જોકે ઘણા એવા લોકો હોય છે જેમને ટામેટાનો ટેસ્ટ તો ગમે છે પરંતુ ટામેટા ખાવા નથી ગમતા હતા. આવા જ કેટલાક લોકો માટે આજકાલ બજારમાં ટામેટાનો પાવડર મળતો થયો છે. આ પાવડરને તમે ઘરેથી સરળતાથી બનાવી શકો છો અને તને ઓનલાઈન વેચી તેમાંથી રોજના હજારો રૂપિયા કમાઈ શકો છો.

તો આજના લેખમાં અમે તમને બતાવીશું ટામેટા પાવડર બનાવવાની રીત જેથી તમે પણ ઘરેથી આ બિઝનેસ શરૂ કરી શકો અને રોજના હજારો રૂપિયા કમાઈ શકો ટામેટા પાવડર બનાવવા માટે સૌપ્રથમ તમારે ટામેટા લઈ તેમાં મીઠું, થોડું વિનેગર નાખી, તેને પાણીથી સરખી રીતે ધોઈ લેવા. ટામેટાને ધોયા પછી તેને કાપી લેવા. ટામેટા કપાઈ ગયા બાદ તેને તડકામાં અથવા ટાયર વડે સુકવી દેવા. સુકાઈ ગયેલા ટામેટાને એક જાર નાખી મિક્સર વડે તેને દળી લેવા. તૈયાર છે તમારો ટામેટા પાવડર.

હવે તમને થશે કે આ પાવડરનું વેચાણ કઈ રીતે કરવું તો તમને જણાવી દઈએ કે ઓનલાઇન ઘણી એવી વેબસાઈટ છે જેઓ ટામેટા પાવડરના વેચાણ માટે ગ્રાહકો આપી રહી છે. તમે આ વેબસાઈટ પર જઈને ટામેટા પાવડર નું વેચાણ કરી શકો છો જણાવી દઈએ કે ટામેટા પાવડર ૫૦૦ રૂપિયામાં વેચી શકાય છે.તો થયો ને વગર રોકાણે ૫૦૦ રૂપિયાના ફાયદાનો બિઝનેસ તમે પણ આજે જ આ બિઝનેસ શરૂ કરો અને ઘરે બેઠા પૈસા કમાઓ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *