Cli
મિત્ર સતીશ કૌશિક ની અંતિમયાત્રા માં અભિષેક બચ્ચન ને બાથ ભરી રડ્યા અનુપમ ખેર, જોનારા પણ રડી ગયા...

મિત્ર સતીશ કૌશિક ની અંતિમયાત્રા માં અભિષેક બચ્ચન ને બાથ ભરી રડ્યા અનુપમ ખેર, જોનારા પણ રડી ગયા…

Bollywood/Entertainment Breaking

બોલીવુડ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં મો!તનું માતમ છવાયુ છે ફિલ્મ ઇન્ડસ્ટ્રીના ફેમસ અભિનેતા ડિરેક્ટર અને પ્રોડ્યુસર સતીશ કૌશિક અચાનક આ દુનિયા છોડીને ચાલ્યા ગયા છે હોળીના દિવસે મિત્રો સાથે મજાક મસ્તી કરતા હોળીના રંગ થી ઉજવણી કરતા સતીશ કૌશિક એ જ રાત્રી ના સમયે પોતાના સબંધીની ઇવેન્ટમાં દિલ્હી ગુરુગ્રામ પહોંચ્યા હતા.

ઇવેન્ટ માં તેમને ગભરામણ મહેશુસ થતા તેઓ ગાડીમાં તેઓ મોડી રાત્રે પરત આવવા નીકળ્યા હતા પરંતુ ગુરુગ્રામ વિસ્તારમાં જ ગાડીમાં તેમને હૃદય રોગનો હુ!મલો આવી જતા તેમને ગુરુગ્રામ ની ફોર્ટીસ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા પરંતુ તેમને હોસ્પિટલમાં મૃત જાહેર કર્યા હતા તેમના પ્રાર્થીવ દેહને પોસ્ટમોર્ટમ બાદ ચાર્ટર્ડ પ્લેનમાં.

મુંબઈ લાવવામાં આવી તેમના નિવાસસ્થાને થી અંતિમયાત્રા નીકળી હતી જેમાં હજારો લોકો જોડાયા હતા બોલીવુડ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં થી મોટી સંખ્યામાં કલાકારો સહીત સેલેબ્સ ઉમટી પડ્યા હતા સતીશ કૌશિક ના સૌથી નજીકના તેમની સાથે નાનપણ થી ડ્રામા ક્લાસમાં અભ્યાસ કરતા તેમના પરમમિત્ર અનુપમ ખેર આ ઘટના બાદ સહેમી ગયા હતા.

તેઓના ચહેરા પર અપાર દુઃખની લાગણીઓ પ્રસરી જવા પામી હતી તેઓએ મિડીયા ને જણાવ્યું હતું કે આજે મારો મિત્ર મેં ગુમાવ્યો છે જેની ખોટ આ દિલમાં કોઈ ભરી નહીં શકે બે દિવસ પહેલા મારા ઘરે તે જમવા માટે આવ્યા હતા અમારે હજુ ગઈકાલે સાંજે વાત થઈ હતી તેમને મને જણાવ્યું હતું કે હું વહેલી સવારે આવીને તમારા ઘેર મળવા પહોંચું છું.

છેલ્લા 40 વર્ષોથી અમે એકબીજાની સાથે જોડાયેલા હતા અમે એકબીજાના ખૂબ અંગત મિત્રો હતા એકબીજાના દુઃખ માં હંમેશા સાથે રહેતા હતા આજે મને આ દુઃખમાં એકલો મૂકી મારો મિત્ર ચાલ્યો ગયો છે તેની કમી હંમેશા રહેશે મને વિશ્વાસ નથી આવતો એ ચાલ્યા ગયા છે અનુપમ ખેરે જણાવ્યું કે જે વાત આપણા સગા સંબંધી.

આપણા પરિવારજનોને આપણે નથી કરી શકતા તે વાત આપણા મિત્રો સાથે શેર કરીએ છીએ અને એવો જ મારો આ ખાસ મિત્ર હતો કે જેને હું હંમેશા મારો ભાઈ મારો સાથી મારો સંગાથી માનતો હતો એક દિવશ પણ એવો નથી રહ્યો કે મેં તેમની સાથે વાત નથી કરી તેમના પરીવારના મારા પરીવાર સાથે ખુબ નિકટ ના સંબંધો હતા.

આજે બધાને રડાવી સતીશ કૌશિક ક્યાં ચાલ્યા ગયા ભગવાનને એવી શુ ખોટ પડી મારા મિત્ર ને છીનવી લીધો એમ કહીને હૈયાફાટ રુદન કરવા લાગ્યા તો અભિષેક બચ્ચન તેમને સાંત્વના આપી તેમને ગળે લગાવી છાના રાખતા જોવા મળ્યા હતા અનુપમ ખેર અભિષેક બચ્ચન ના ગળે બાથ ભરીને ધ્રુસકે ધ્રુસકે રડતા પોતાના મિત્રને યાદ કરતા હતા.

એક મિત્રની વેદના મિત્ર જાણે છે અનુપમ ખેર ને પોતાના મિત્રને ગુમાવ્યા નુ ખુબ દુઃખ હતું તેઓ અંતિમયાત્રા માં ખુબ રડી રહ્યા હતા સતીશ કૌશિક ને શ્રધ્ધાંજલી અર્પણ કરવા હજારો લોકો પહોંચ્યા હતા લોકોની આંખો માં આંશુ હતા ઉદાર સ્વભાવના ઈમાનદાર વ્યક્તિ સાથે એક પ્રેમાળ કલાકાર આપણી વચ્ચે રહ્યા નથી ભગવાન તેમની દિવ્ય આત્મા ને શાંતિ આપે એવી પ્રાર્થના.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *