સતીષ કૌશીક ને શ્રધ્ધાંજલી અર્પણ કરવા પહોંચ્યા આ બોલિવૂડ સ્ટાર...

સતીષ કૌશીક ને શ્રધ્ધાંજલી અર્પણ કરવા પહોંચ્યા આ બોલિવૂડ સ્ટાર…

Bollywood/Entertainment Breaking

બોલીવુડ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં દુઃખ ની લાગણીઓ પ્રસરી જવા પામી છે ફિલ્મ ઇન્ડસ્ટ્રીના મશહુર અભિનેતા કોમેડીયન ડીરેક્ટર એવંમ પ્રોડ્યુસર સતીશ કૌશિક ના આકસ્મિક નિધન થી બોલીવુડ માં ખોટ વર્તાણી છે‌ 7 માર્ચના રોજ હોળીની ઉજવણી કરીને સતિશ કૌશીક દિલ્હી ગુરુગ્રામ પોતાના એક સંબંધીને ત્યાં ઇવેન્ટમાં પહોંચ્યા હતા.

ઇવેન્ટ પૂરી કરી તેઓ મોડી રાત્રે પરત ફરી રહ્યા હતા આ દરમિયાન ગુરુગ્રામ થી બહાર નીકળતા જ રાત્રીના દોઢ વાગ્યાના સમયે ગાડીમા તેમને ગભરામણ બેચેની લાગતા તેમને હદ્વય રોગનો હુમ!લો આવ્યો હતો અને તેમને ગુરુગ્રામ ની ફોર્ટીસ હોસ્પિટલમાં સારવાર હેઠળ દાખલ કરવામાં આવ્યા હતા પરંતુ હોસ્પિટલમાં પહોંચતા પહેલા તેમનું દુઃખદ અવસાન થયું હતું.

પોસ્ટમોર્ટમ બાદ ચાર્ટર્ડ પ્લેનમાં તેમનો મૃતદેહ 8 માર્ચના રોજ મુંબઈ લાવવામા આવ્યો અને તેમના અંતિમયાત્રા માં બોલીવુડ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં થી હજારોની સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા હર કોઈની આંખો માંથી આંશુ આવી ગયા હતા સતીશ કૌશીક ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં છેલ્લા 40 વર્ષો થી જોડાયેલા હતા તેમને 100 થી વધારે.

ફિલ્મો માં અભિનય સાથે ઘણી ફિલ્મોમાં ડીરેક્ટર પણ રહ્યા હતા સતીશ કૌશીક પોતાની પાછડ 12 વર્ષની દિકરી વંશીકા કૌશીક અને પત્ની શશી કપુરને છોડી ને 66 વર્ષની ઉંમરે ચાલ્યા ગયા તેમના ઘરે મોડી રાત સુધી સતીશ કૌશિક ને શ્રધ્ધાંજલી અર્પણ કરવા ખુબ મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા.

જેમાં બોલીવુડ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં થી તેમના પરમ મિત્ર અનુપમ ખેર જાવેદ અખ્તર સંજય કપૂર જોની લીવર ફરાન અખ્તર નીના ગુપ્તા શહેનાઝ ગીલ અર્જુન કપૂર રવી કુમાર જેવા નામી અનામી કલાકારો સહીત બોલીવુડ સેલેબ્સ તેમને શ્રદ્ધાંજલિ આપવા પહોંચ્યા હતા હોળીના દિવસે હસતા હોળી ના રંગોથી.

રંગી મિત્રો સાથે ધમાલ મસ્તી કરતા સતીશ કૌશિક એ જ ગોઝારી રાતે દુનિયા છોડીને ચાલ્યા ગયા બધાની આંખો માં આંશુ હતા ફિલ્મ ઈન્ડસ્ટ્રી સહીત સમગ્ર દેશમાં સતીશ કૌશિક ને શ્રધ્ધાંજલી અર્પણ કરવામાં આવી રહી હતી દેશભરમાં કરોડો ચાહકો તેમને સોસીયલ મિડિયા મારફતે શ્રધ્ધાંજલિ અર્પણ કરી રહ્યા હતા.

તેમના નિધન પર શોક વ્યક્ત કરી રહ્યા હતા જેમાં ભારતના ગૃહમંત્રી અમિત શાહ થી લઈને દેશના ફિલ્મી કલાકારો અને રાજનેતા પણ સામેલ હતા સતિશ કૌશીક એક સારા કલાકાર સાથે ડીરેક્ટર જાણીતા પ્રોડ્યુસર અને નેકદીલ ઉદાર સ્વભાવના ઈમાનદાર વ્યક્તિ હતા તેઓ પોતાના જીવન દરમિયાન કોઈ વિવાદોમાં રહ્યા નથી.

તેમનું નિધન બોલીવૂડ માટે એક મોટી ખોટ ગણી શકાય તેમની 12 વર્ષની દિકરીના પિતા ના અવસાન બાદ આંશુ સુકાઈ રહ્યા નહોતા તો તેમની પત્ની શશી કૌશિક હૈયાફાટ રુદન સાથે મોતના મા!તમ માં આક્રંદ કરી રહી હતી પરમાત્મા એમની દિવ્ય આત્મા ને શાંતિ આપે એવી પ્રાર્થના ઓમ શાંતિ ઓમ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *