Cli

AAPનો નેતા જ નીકળ્યો નકલી IB અધિકારી ?

Uncategorized

ઘરકા ભેદી લંકા ઢા આમ આદમી પાર્ટીના જિલ્લા પ્રમુખ આઈબીના અધિકારી બનાયા ગયા હતા બોલો આવું કેમ તો વાત કહી એવી છે કે આમ આદમી પાર્ટીના જ એક નેતાએ પોતાની જ પાર્ટીના આગેવાનોને ડરાવવા અને પ્રભાવિત કરવા માટે ઇન્ટેલિજન્સ બ્યુરો એટલે કે આઈબીના અધિકારી હોવાનું સ્વાંગ રચ્યું હોવાનો ચોંકાવનારો ખુલાસો થયો છે. આ સમગ્ર મામલો એટલો ગંભીર બન્યો કે ચર્ચા છેક દિલ્હી હાઈ કમાન્ડ સુધી પહોંચી ગઈ સોશિયલ મીડિયા પર ભારે ચર્ચા જામી અને હવે પોલીસ તપાસમાં જે હકીકત સામે આવી છે અને ગુજરાતની રાજનીતિમાં ખડભડાટ મચાવી દીધો છે આખરે કોણ હતો આ કથિત આઈબી અધિકારી કેમ કરવામાં આવ્યા હતા ફોન અને પોલીસ તપાસમાં શું ખુલાસો થયો આવો વિગતે વાત કરીએ સમગ્ર મામલા વિશે આ અહેવાલમાં નમસ્કાર હું ચિરાગ વર્ષાબેન આપ જોઈ રહ્યા છો સ્વમાન ગુજરાતની ની રાજનીતિમાં ચકચાર મચાવતો એક ચોંકાવનારો મામલો આણંદમાંથી સામે આવ્યો છે.

આમ આદમી પાર્ટીની આંતરિક ખેંચતાણ હવે માત્ર સંગઠન સુધી સીમિત રહી નથી પરંતુ કાનૂની કાર્યવાહી સુધી પહોંચી ગઈ છે. આણંદ સાયબર ક્રાઈમ પોલીસે નોંધાયેલી ફરિયાદના આધારે પોલીસે વડોદરા શહેર આમ આદમી પાર્ટીના પ્રમુખ અશોક ઓઝા અને આણંદના નિતિન ડોબરિયાની ધળપકડ કરીને કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે આમ આદમી પાર્ટીના કેન્દ્રીય નેતા અને દિલ્હીનીથી વડોદરાની જવાબદારી સંભાળતા પૂર્વધારાસભ્ય દુર્ગેશ પાઠકને વારંવાર ફોન કરીને પોતાને ઇન્ટેલિજન્સ બ્યુરો એટલે કે આઈબીના અધિકારી તરીકે ઓળખ આપવામાં આવતી હતી અને આ ફોન કોલ્સને કારણે પાર્ટીની અંદર પણ ભારે ખડભડાટ મચી ગયો હતો. સાથે જ તમારું વેરિફિકેશન કરવાનું છે એમ કહીને ફોન કરવામાં આવતો હોવાની માહિતી સામે આવી રહી છે અને મામલો ધીમે ધીમે રાષ્ટ્રીય નેતૃત્વ સુધી પહોંચી ગયો હતો. મામલો જાહેરમાં આવ્યા બાદ આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક

અરવિંદ કેજરીવાલ, દુર્ગેશ પાઠક અને ગુજરાતના આગેવાન ગોપાલ ઈટાલિયાએ પણ સોશિયલ મીડિયા પર પ્રતિક્રિયા આપીને આ ઘટનાને ગંભીર ગણાવી હતી. ત્યારબાદ આણંદ સાયબર ક્રાઈમ પોલીસે સમગ્ર મામલે તપાસ શરૂ કરી હતી અને આ તપાસ દરમિયાન સામે આવ્યું કે આણંદના નિતિન ડોબરિયા વડોદરાના અશોક ઓઝાના કહેવાથી દુર્ગેશ પાઠકને આઈબીના અધિકારી બનીને ફોન કરતા હતા અને પોલીસના પ્રાથમિક તારણો મુજબ પાર્ટીમાં પોતાનું રાજકીય મહત્વ અને પ્રભાવ ઘટી જવાની આશંકાના કારણે અશોક ઓજાએ પોતાના મિત્રની મદદથી આ સમગ્ર કાવતરું રચ્યું હોવાનું સામે આવ્યું છે એટલે કે જે વ્યક્તિને લોકો સાચા આઈબી અધિકારી માની માની રહ્યા હતા તે વાસ્તવમાં આમ આદમી પાર્ટી સાથે જોડાયેલા લોકો હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે. આ તપાસ દરમિયાન કોલ ડિટેલ રેકોર્ડ ડિજિટલ પુરાવા અને ટેકનિકલ એનાલિસીિસના આધારે બંને આરોપીઓની સંડવણી સામે આવતા પોલીસે તેમની ધરપકડ કરી છે હાલ બંનેની પૂછપરછ ચાલી રહી છે અને આ સમગ્ર ઘટનામાં અન્ય કોઈ વ્યક્તિની ભૂમિકા છે

કે નહીં તે દિશામાં પણ તપાસ આગળ વધી રહી છે સાંભળો આ મામલે આણંદ એસપી શું કહી રહ્યા છે બે દિવસ પહેલા તારીખ 28 ના રોજ આમ આદમી પાર્ટીના નેતા દુર્ગેશ પાઠક અને બાજ અરવિંદ કેજરીવાલજી બંને દ્વારા એક ટ્વીટ કરવામાં આવેલી હતી એ ટ્વીટનો હાર્દ એવો હતો કે કોઈ એક નંબર ઉપરથી ગુજરાત પોલીસ અને ખાસ કરીને આઈબીના નામે લોકોને અને આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓને ધમકાવવામાં આવે છે તમારું વેરિફિકેશન કરવાનું છે તમે વેરિફિકેશન નહી કરો તો તમે મુશ્કેલીમાં મુકાઈ જશો વગેરે પ્રકારની ધમકીઓ આપવામાં આવે છે આવી એક ટ્વીટ કરવામાં આવેલી આ ટ્વીટમાં ગુજરાત પોલીસ અને આઈબી ઉપર ગંભીર આક્ષેપો હોવાથી પોલીસ વિભાગ દ્વારા એની તલ સ્પર્શી તપાસ થયેલી છે. તપાસના અંતે એવું ફલિત થયેલું છે કે આ ફોન જે ટ્વીટમાં જે વાત છે એ કોલ છે એ કરનાર માણસ નિતિન ડોબરિયા આણંદમાં રહે છે અને નિતિન ડોબરિયાએ આ ફોન આવો કરેલો હતો અને આ કોલ એણે બરોડા શહેરના આમ આદમી પાર્ટીના પ્રમુખ અશોક ઓઝાના કહેવાથી કરેલો હતો અશોક ઓઝાની હાજરીમાં જ અશોક ઓઝાના કહેવાથી નિતિન ડોબરિયાએ આ ફોન આમ આદમી પાર્ટીના બીજા એક નેતા જે દિલ્હીથી હાલમાં બરોડા આવેલા છે પાર્ટીના કામ માટે એવા કેશવ ચૌહાણને કરેલો હતો અને એને ધમકાવેલો હતો. આ આખું ષડયંત્ર અશોક ઓઝા દ્વારા રચવામાં આવેલું હતું અને એનું કારણ એ હતું કે અશોક ઓઝાને એવો ભય હતો કે કેશવ ચૌહાણ દ્વારા એમનું નુકસાન કરવામાં આવશે એમના કદને પાર્ટીમાં એમના હોદ્દાને નુકસાન કરવામાં આવશે અને ઉપર ખોટું બ્રીફિંગ કરવામાં આવશે એવા ડરથી આંતરિક કલહના કારણે આંતરિક કલેશના કારણે અશોક ઓજા દ્વારા આખું ષડયંત્ર રચવામાં આવેલું હતું

અને ગુજરાત પોલીસને બદનામ થાય એ રીતનું આ કામ કરવામાં આવેલું હતું જેથી પોલીસ દ્વારા આ અંગે આનંદમાં ગુનો દાખલ કરવામાં આવેલ ને સાઈબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરી અને અશોક ઓઝા અને નિતિન ડોબરિયા આ બે આરોપીઓની ધરપકડ કરવામાં આવેલી હતી. આ ઘટનાએ હવે માત્ર કાનૂની નહીં પરંતુ રાજકીય ચર્ચાઓને પણ વેગ આપ્યો છે. લોકોના મનમાં સવાલ ઊભા થઈ રહ્યા છે કે જો કોઈ રાજકીય પક્ષની અંદર જ આટલી ખેંચતાણ અને જૂથબાજી હોય તો પછી સામાન્ય લોકોના પ્રશ્નો માટે તે પક્ષ કેટલો અસરકારક રીતે કામ કરી શકે. સોશિયલ મીડિયા પર પણ લોકો વિવિધ પ્રકારની પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે બીજી તરફ રાજકીય વર્તુળોમાં આ ઘટનાને આમ આદમી પાર્ટી માટે મોટો રાજકીય ઝટકો માનવામાં આવી રહ્યો છે. તો કે હજુ સુધી આ સમગ્ર મામલે આમ આદમી પાર્ટી તરફથી કોઈ સત્તાવાર અને વિગતવાર પ્રતિક્રિયા સામે આવી નથી. હવે જોવાનું રહેશે કે પાર્ટી આ મામલે શું વલણ અપનાવે છે અને પોલીસ તપાસમાં આજુ કયા નવા ખુલાસાઓ સામે આવે છે આ સમગ્ર પ્રકરણ ગુજરાતની રાજનીતિમાં આંતરિક સત્તા સંઘર્ષ જૂથબાજ અને સંગઠનાત્મક ખેંચતાણ અંગે ફરી એકવાર નવા પ્રશ્ન ઊભા કરી રહ્યું છે તમારું આ મામલે શું કહેવું છે શું રાજકીય પક્ષોની અંદર આવી ઘટનાઓ લોકોના વિશ્વાસને અસર કરે છે અમને કમેન્ટમાં જરૂર જણાવો અને આવા જ વિશ્લેષણ વાળા સમાચાર માટે તમારા સમાનને લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં નમસ્કાર

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *