Cli
પાટણના યુવકે માનવતા નો ઉત્તમ દાખલો બેસાડ્યો, પોતાના રક્તકણોનું દાન કરી વિદેશી 13 વર્ષના બાળકના જીવ બચાવ્યો...

પાટણના યુવકે માનવતા નો ઉત્તમ દાખલો બેસાડ્યો, પોતાના રક્તકણોનું દાન કરી વિદેશી 13 વર્ષના બાળકના જીવ બચાવ્યો…

Breaking

દેશભરમાં એવા ઘણા બધા લોકો જોવા મળે છે જે રક્તદાન કરીને લોકોને મદદરૂપ થાય છે તો ઘણા બધા લોકો અગાઉથી એ ઘોષણા કરે છે કે પોતાના મૃત્યુ બાદ અંગદાન કરવા માંગે છે આ ધરતી પર માનવતા મરી પરવારી નથી એવું જ ઉત્તમ ઉદાહરણ પાટણ શહેરના યુવાને સાર્થક કરી દેખાડ્યું છે.

સમગ્ર ઘટના અનુસાર આજથી દસ વર્ષ પહેલા જાન્યુઆરી 2013માં પાટણમાં નિર્માણ પરિવાર દ્વારા યોજાયેલા એક કેમ્પમાં ડિમ્પલ ભાઈ ડાયાભાઈ પટેલે પોતાના રક્તકણો માટે લાળ નું સેમ્પલ આપ્યું હતું જેના દસ વર્ષ બાદ જાન્યુઆરી 2023 માં દાત્રી નામની સંસ્થા માંથી તેમને એક કોલ આવ્યો કે તેમનું સેમ્પલ એક તેર વર્ષના.

આયર્લેન્ડના બાળક સાથે મેચ થઈ રહ્યું છે અને એ 13 વર્ષનું બાળક બ્લડ કે!ન્સરની બીમારીથી પીડી જ છે તેને તમારા રક્તકણોની આવશ્યકતા છે ડીકંલ પટેલ માનવતા ના ધર્મને અનુસરતા પોતાના રક્તકણો નું દાન આપવા રાજી થયા અને તેમણે પોતાના રક્તકણોનું દાન કરી તે બાળકનો જીવ બચાવ્યો.

ડિંકલ પટેલ નો ઉત્સાહ વધારવા માટે તેમના મિત્ર વિશ્વજીત પોતાનો બિઝનેસ છોડી તેમની સાથે રહ્યા હતા પાટણ જિલ્લાના કણી ગામના વતની ડીકંલ પટેલ હાલ કન્ટ્રક્શનના વ્યવસાય સાથે સંકળાયેલા છે અગાઉ તેમને ક્યારેય રક્તદાન પણ કર્યું નથી પરંતુ એક 13 વર્ષના આયર્લેન્ડના બાળકને બચાવવા માટે તેઓ પોતાના સ્ટેમ સેલ.

પણ દાન કરવા માટે આગળ આવ્યા હતા મિડીયા સાથેની વાતચીતમાં ડિંકલ પટેલે જણાવ્યું હતું કે મારા માટે ખુશીની અને ગર્વની વાત છે કે મારા રક્તકણો થી એક 13 વર્ષના બાળકનો જીવ બચસે દરેક લોકોએ રક્તકણોનું દાન કરવું જોઈએ અને આ એક સરળ પ્રક્રિયા છે રક્તકણોનું દાન પણ રક્તદાન કરવા જેટલું જ સરળ છે.

બાળકના પરિવારે ડિંકલ પરિવારનો ખુબ આભાર વ્યક્ત કર્યો હતો આ પહેલા પણ પાટણના અઘાર ગામના 42 વર્ષના દક્ષાબેન પટેલે પણ આજથી દસ વર્ષ અગાઉ 2013માં નિરમા પરિવાર આયોજિત કેમ્પમાં પોતાની લાળનું સેમ્પલ આપ્યું હતું અને તેમના રક્તકણો કેનેડાની 32 વર્ષની યુવતી સાથે મેચ થયા હતા.

જેને કોઈ જીવલેણ બીમારી હતી અને આ સમયે તે યુવતી ની મદદ કરવા માટે દક્ષાબેન બે વર્ષ પહેલા અમદાવાદ જઈ અને પોતાના રક્તકણોનું દાન એ યુવતી માટે કર્યું હતું રક્તકણો નું દાન એટલે કે સ્ટેમ સેલ ડોનેટ જે કોઈપણ 18 થી 50 વર્ષની ઉંમર ના વ્યક્તિ કરી શકે છે જેના માટે નોધંણી કરાવવી પડે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *