દેશભરમાં હોળી ધુળેટીના પર્વની ઉત્સાહભેર લોકો રાહ જોઈ રહ્યા છે પુનમે બનારશ કાશી વિશ્વનાથ અને મહાકાલેશ્વર જયોર્તિલિંગ મંદિરોમાં 6 અને 7 માર્ચના રોજ મોડી રાત્રે હોલીકા દહન થસે તો દેશભરમાં લોકો હોળી દહન કરે છે ત્યારે રાજસ્થાન નો ફાગોત્સવ નિરાળો છે હોળીના તહેવારોનું ખાસ મહત્વ રાજસ્થાનમાં વધારે હોય છે.
અને સુરત શહેરમાં ઘણા બધા રાજસ્થાની પરિવારો રહે છે રાજસ્થાની પરિવારો ઉદ્યોગ ક્ષેત્રે વધુ ભાગના જોડાયેલા છે સુરત શહેર મહુડી ના પ્રોગ્રામ માટે રાજસ્થાનથી લવલી આવે છે જે એક ડાન્સર છે દેખાવે એક સ્ત્રી જેવી લાગતી લવલી હકીકતમાં એક પુરુષ છે જેનું સાચું નામ વિક્રમસિંહ છે છેલ્લા 18 વર્ષથી તે હોળીના પ્રોગ્રામમાં ગુજરાતમાં આવે છે.
અને દેશભરમાં વિવિધ જગ્યાએ તે હોળીના પ્રોગ્રામમાં ડાન્સ કરે છે છેલ્લા ૧૮ વર્ષથી તે લવલી બને છે તેનું સાચું નામ વિક્રમ છે અને તે રાજસ્થાનના ગરીબ પરિવારમાંથી આવે છે પોતાની વાતચીત દરમિયાન તેને જણાવ્યું હતું કે મારો પરિવાર ખૂબ ગરીબો હોવાથી મેં વધુ કમાણી કરવા માટે ડાન્સ શરૂ કર્યો હતો સુરત એ મને લવલી નામ આપ્યું હતું.
હું રાજસ્થાનના વિવિધ કાર્યક્રમોમાં ભાગ લેતો હતો ત્યારે લોકોએ મને કહ્યું હતું કે તું મહિલાનું પાત્ર સારી રીતે અદા કરી શકે છે ત્યારબાદ મેં સ્ત્રી નું રૂપ ધારણ કરી ડાન્સ કરવાનું શરૂ કર્યું અને હું હોળીના પ્રોગ્રામોમાં સુરત આવવા લાગ્યો મેં નક્કી કર્યું કે હવે નોકરી છોડી અને ફુલ ટાઈમ ડાન્સર બનવા માગું છું જેના કારણે મેં સુરત શહેરને પસંદ કર્યું.
સુરતના લોકો મને ખૂબ જ પ્રેમ આપે છે સાથે મને પૈસા પણ સારા મળે છે હું રાજસ્થાનમાં મારા પરિવાર મારી પત્ની અને બે બાળકો સાથે રહું છું મારા બાળકો ને પણ ખબર છે કે હું સ્ત્રી બની અને ડાન્સ કરું છું જે ખૂબ જ મુશ્કેલ છે કારણ કે હું સુરતમાં જ્યારે પર્ફોર્મ કરવા આવું છું ત્યારે ઘણી બધી પરિસ્થિતિમાંથી મારે પસાર થવું પડે છે ઘણા લોકો મને.
સાચી મહિલા સમજી અને મારો પીછો ગાડીઓ લઈને કરતા જોવા મળે છે અને ડાન્સ પ્રોગ્રામ વખતે મને સ્પર્શ કરી અને સ્ત્રી સમજી અને છેડતી કરતા પણ રહે છે હું બે ત્રણ વર્ષ સુરત આવ્યો અને હવે હું સુરત વગર રહી શકતો નથી ને સુરત લવલી વિના નથી રહી શકતો જ્યારે હું ડાન્સ કરવા સ્ટેજ પર આવું છું ત્યારે હું ભૂલી જાઉં છું કે હું વિક્રમ છું.
સુરતમાં પગ મુકતા હું લવલી ના કેરેક્ટરમાં આવી જાઉં છું વિક્રમ જ્યારે લવલી બને છે ત્યારે તેને શણગાર સદવામાં બે કલાકથી વધારે સમય લાગે છે અને તે કોઈ બોલિવૂડની સુંદર અભિનેત્રીઓને પણ શરમાવે એવો મેકઅપ કરે છે તને કોઈ ઓળખી પણ શકતું નથી કે તે કોઈ પુરુષ છે લવલી પોતાની વાતચીતમાં જણાવ્યું હતું કે હોળીના પંદર દિવસ.
અગાઉથી સુરત શહેરમાં મારા કાર્યક્રમનું શરૂ થઈ જાય છે સવારના 11 થી રાત્રિના 11 સુધી શહેરભરમાં અલગ અલગ વિસ્તારોમાં તે કાર્યક્રમ કર્યો છે માત્ર સુરતમાં જ નહીં પરંતુ સમગ્ર દક્ષિણ વિસ્તારમાં અને મુંબઈમાં પણ તે કાર્યક્રમ આપવા માટે જાય છે લવલી લવલી ની બૂમો જોવા મળે છે રાજસ્થાની પરિવારજનો તેને તમામ નામથી ઓળખે છે.
તેને મીડિયાની વાતચીતમાં જણાવ્યું હતું કે લોકો મને સેલિબ્રિટી હોય તેટલો પ્રેમ આપે છે હું એ ભૂલી જાઉં છું કે મારું નામ વિક્રમ છે હું માત્ર લવલી બની અને સુરતની લોકોની ચાહના મા સમાઈ જાઉં છું તેને પોતાની વાતચીતમાં જણાવ્યું હતું કે હું જ્યારે કાર્યક્રમમાં હું છું ત્યારે મારા પરિવાર થી દૂર હોવું છું મારા બાળકોને હું ખૂબ જ યાદ કરું છું.
મારા બે ભાઈ મારી પત્ની અને બાળકોને એકલા મૂકી હું હોળીના પ્રોગ્રામમાં આવી જાઉં છું અને લોકોના પ્રેમના કારણે એક મહિનાના આ પ્રોગ્રામોમાં હું વર્ષભરની કમાણી કરી શકું છું સાથે તેને જણાવ્યું હતું કે આ પેટ માટે મહેનત કરવી પડે છે ઘણીવાર ઘણા બધા યુવાનો મને સ્પર્શ કરતા મારી છેડતી કરતા અને.
મારો પીછો કરતા રહે છે હું લોકોના સ્પર્શથી બચતો રહુ છું હું કોઈનો વિરોધ કરી શકતો નથી કારણ કે મારા પેટ પર હું પાટુ મારી શકતો નથી લોકોને એ ખબર હોતી નથી કે હું લવલી નહીં પરંતુ એક પુરુષ વિક્રમ છું સ્ત્રી બની અને પરફોર્મ કરતા વિક્રમની લલલીના નામ સાથે સુરત શહેરમાં ખુબ જ લોકપ્રિયતા છે.