પ્રેમનો નસો જેના પર ચડે છે તેને નાત જાત ધર્મ રીતી રિવાજ સહીત દેશના સીમાડા પણ નડતા નથી ઘણી બધી એવી પણ વિદેશી યુવતીઓ છે જેને ભારતીય યુવક પસંદ આવ્યા છે અને તેમની સાથે લગ્ન પણ કર્યા છે એવો જ એક કિસ્સો સાલ 2019 માં રાજસ્થાનના શ્રી ગંગાધરનગર માં બન્યો હતો.
શ્રી ગંગાધર નગરમાં પોતાના મામાના ઘેર રહેતો સુનિલ નામનો યુવક પીઓપી નું કામ કરતો હતો આર્થિક રીતે તેની સ્થિતિ સારી નહોતી આ દરમિયાન તે ફેસબુક ના માધ્યમ થી અમેરિકન ટેમી લિયન વિલીયમ ના સંપર્ક માં આવ્યો અને તેની સાથે ગુગલ ટ્રાન્સલેટ ની મદદથી વાત કરવા લાગ્યો.
આ દરમિયાન બંને વચ્ચે પ્રેમ સંબંધો બંધાયા ટેમી લિયન 37 વર્ષ ની વિધવા હતી તો સુનીલ 25 વર્ષ નો અપરીણત યુવાન છતાં પણ બંને એકબીજા ને ખુબ પસંદ કરવા લાગ્યા બંને એકબીજાની જિંદગીની તમામ વાતો એકબીજાને કહી દીધી અને એકબીજા સાથે લગ્ન કરવા માટે પણ રાજી થયા.
ટેમી લિયન ભારત આવી અને તેને દિલ્હી એરપોર્ટ પર ઉતરીને તરત જ સુનિલ સાથે કોર્ટમાં લગ્ન કર્યા ઘેર આવતા હિન્દુ રીતી રિવાજ થી લગ્ન કર્યા આ દરમિયાન લોકો આ બંનેની જોડીને જોવા માટે ઉમટી પડ્યા હતા બંને ભારતમાં બે મહિના સુધી સાથે રહ્યા અને આ દરમિયાન ટેમી એ.
સુનિલના પાસપોર્ટ વિઝા કરાવીને પોતાની સાથે અમેરીકા રહેવા માટે લઈ ગઈ સુનીલ ની જિંદગી સંપૂર્ણપણે બદલાઈ ગઈ હતી અને હાલમાં તેઓ એકબીજાથી ખૂબ જ ખુશ છે અને તેઓ અમેરિકામાં રહે છે સુનિલ પોતાના પરિવારને મળવા માટે આવતો રહે છે અને અમેરિકાથી મદદ પણ મોકલતો રહે છે.