Cli

આ એક કારણે 2.50 કરોડમાં વેચાયો ઘોડો! ખાસિયત જાણી દંગ રહી જશો!

Uncategorized

સામાન્ય રીતે કોઈ તમને પૂછે કે એક ઘોડાની કિંમત વધુમાં વધુ કેટલી હોઈ શકે? તો કદાચ તમારો જવાબ હશે 10 લાખ 15 લાખ કે વધીને 20 થી 25 લાખ પરંતુ હું આજે જે વાત કરવા જઈ રહ્યો છું તે ઘોડાની કિંમત જાણીને ભર ઉનાળે તમને ઠંડી ચડી જશે કારણ કે જો એક ઠારની કિંમત 14 થી 20 લાખ ગણીએ તો આ ઘોડાની કિંમતમાં 12 જેટલી થાર આવી જાય એક તોલા સોનાની કિંમત દોઢ લાખ ગણીએ તો આ ઘોડાની કિંમતમાં 150 તોલા કિંમતી સોનું આવી જાય એક વીઘા જમીનની કિંમત 9 થી 11 લાખ ગણીએ તો 25 વીઘા પાડાની કાંધ જેવી જમીન આવી જાય એટલું જ નહીંએક કરોડનો

એક બંગલો ગણો તો આ એક ઘોડાની કિંમતમાં બે આલીશાન મહેલ જેવા બંગલા આવી જાય અને આટલું કિમતી ઘોડો કોઈ વ્યક્તિ તેના મિત્રને ભેટમાં આપે તો તમે કહેશો શું વાત કરો છો ત્યારે તમને પણ થતું હશે છે કે આ ઘોડામાં એવી તો શું ખાસિયત છે કે તેની કિંમત આટલી બધી છે તો આવો જાણીએ નમસ્કાર આપની સાથે હું છું કૃપાલસિંહ જાડેજા અને હાલમાં જ એક વ્યક્તિને કરોડોની કિંમતમાં મળેલા ઘોડા વિશે વિગતે વાત કરીએ વાત ગુજરાતી પર આમ તો આપણી સંસ્કૃતિના ભવ્ય ભૂતકાળની તડેટી પર નજર કરતાં જણાઈ આવે કે માનવ સાથે અન્ય એવા પશુઓનો પણ સાથ અને તેનું આગવું મહત્વ રહેલું છે જેમાં અશ્વનો પણ સમાવેશ થાય છે આજે તમે તમારી આસપાસ અનેક એવા અશ્વપાલકો અને અશ્વ સોખીનોને જોતા જશો અનેક અશ્વોની લાખોની કિંમત થતા પણ તમે સાંભળી હશે પરંતુ હાલમાં જ કરોડોની કિંમતના એક અશ્વની ચોમેર ચર્ચાઓ થઈ રહી છે

જો વિગતે વાત કરીએ તો ઉત્તર પ્રદેશના પ્રતાપગઢ જિલ્લાના કુંડા નરેશ એવા રઘુરાજ પ્રતાપસિંહ જેને રાજાભૈયા તરીકે પણ ઓળખવામાં આવે છે અને આમ તો તેઓ પોતાના શાહી શોખને લઈ હંમેશા ચર્ચામાં રહેતા હોય છે ખાસ કરીને તેમને બાળપણથી જ મોઘી ગાડીઓ અને ઘોડે સવારીનો શોખ હોવાનું કહેવાય છે ત્યારે હાલમાં તેમના તબેલામાં એક નવો ઘોડો આવ્યો છે અને તેનું નામ અશ્વ મગધીરા છે જેની કિંમત 2ઢી કરોડ રૂપિયા હોવાનું કહેવાય છે ત્યારે કુંડા પહોંચ્યા પછી આ ઘોડાનું પરંપરાગત સ્વાગત કરવામાં આવ્યું હતું આ તકે રઘુરાજ પ્રતાપસિંહે અશ્વમગધીરાનું તિલક લગાવીને સ્વાગત કર્યું હતું જેનો વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે મગધીરા નામનો આ અશ્વ ફક્ત તેની કિંમતમાં જ નહીં પરંતુ તેની જાતિ અને ગુણોમાં પણ એટલો જ ખાસ છે મીડિયા રિપોર્ટસ અનુસાર આ ભવ્ય ઘોડો થોરોબ્રેડ જાતિનો છે આ જાતિને વિશ્વનો શ્રેષ્ઠ ચપડ અને સૌથી ઝડપી દોડતો ઘોડો માનવામાં આવે છે. આંતરરાષ્ટ્રીય બજારમાં તેની કિંમત 2.5 પંચ કરોડ રૂપિયા હું સુધી હોવાનું કહેવાય છે

ત્યારે ચર્ચા છે કે આ ઘોડો રાજા ભૈયાને તેમના એક ખૂબ જ નજીકના મિત્ર દ્વારા ભેટમાં આપવામાં આવ્યો છે. આ નવા મહેમાનના આગમન પછી રાજાભૈયાના બેન્ટીફોર્ટ સ્ટેબલમાં ઘોડાઓની કુલ સંખ્યા હવે 25 થઈ ગઈ છે. થોરો બ્રેડ ઘોડાઓ શા માટે આટલા કીમતી હોય છે તમને પણ થતું હશે કે આટલો કિમતી ઘોડો શા માટે તો કહેવાય છે કે આ જાતિ 17 મી અને 18 મી સદીમાં ઇંગ્લેન્ડમાં ખાસ કરીને રેસિંગ પ્રદર્શન માટે વિકસાવવામાં આવી હતી થોરો બ્રેડ વિશ્વની સૌથી ઝડપી અને સૌથી એથલેટિક ઘોડાઓની જાતિઓમાંથી એક છે આ જાતિના ઘોડાઓ મુખ્યત્વે રેસ જમ્પિંગ અને સવારી માટે ઉછેરવામાં આવે છે તેઓ અત્યંત પાતળા લાંબા પગવાળા અને ઉત્તમ હલનચલન ધરાવતા હોય છે. તેમની સરેરાશ ઊંચાઈ આશરે 60 થી 68 ઇંચ સુધીની હોવાનું કહેવાય છે. તેમનું વજન 500 થી 550 કિલો સુધીનું હોય છે. આ જાતિના ઘોડા ખૂબ જ સક્રિય ચપળ અને બુદ્ધિશાળી હોવાનું કહેવાય છે. ભારતીય અને આંતરરાષ્ટ્રીય બજારોમાં તેમની કિંમત તેમની ઉંમર, વંશાવડી જાતિ પ્રદર્શન અને શરીર પર આધાર રાખે છે. તમને જાણીને નવાઈ લાગશે કે ભારતમાં આંતરરાષ્ટ્રીય સ્તરના રેસ ઘોડાઓની કિંમત સામાન્ય રીતે 2ઢી કરોડથી લઈને 15 કરોડ સુધીની પણ હોય છે.

મહત્વનું છે કે રાજાભૈયાને બાળપણથી જ ઘોડે સવારીનો શોખ છે આ શોખ તેમને તેમના પિતા ઉદયપ્રતાપસિંહ પાસેથી વારસામાં મળ્યો હોવાનું કહેવાય છે આપને જણાવી દઈએ કે ઘોડાઓ ફક્ત કિંમત કરોડોમાં થાય છે એવું નથી પરંતુ કરોડોના શોદા પણ થતા હોય છે કારણ કે થોડા સમય પહેલા સુરતમાં જન્મેલો અને માત્ર સાડાત્ વર્ષની ઉંમર ધરાવતો બ્રહ્મોશ નામનો એક ઘોડો તેની અદભુત ઓલાદ અને તાકાતને જોતા પંજાબના પૂર્વ મુખ્ય મુખ્યમંત્રીના પરિવારે તેને સાડાચ કરોડની જંગી કિંમતે ખરીદ્યો હતો આ શોદો સુરત અને ગુજરાતના અશ્વપાલન ક્ષેત્રે એક સૌથી મોટો રેકોર્ડ ગણાય છે તો હાલ તો આ ઘોડાઓની કરોડોની કિંમત સાંભળીને લોકો આશ્ચર્યચકિત થઈ રહ્યા છે અને આમ તો ઇતિહાસમાં ડોક્યુ કરતાં જણાઈ આવે છે કે અશ્વ અને માનવી બંને એકબીજાના સાથ લઈને ચાલ્યા છે આજે જો કે પહેલાની સરખામણીએ ઓછી ઉપયોગિતા હોવા છતાં અશ્વપ્રેમીઓ માટે અશ્વનો પ્રેમ એટલો જ કીમતી છે જેના કારણે અશ્વોની આટલી ઊંચી માંગ રહેતી હોય છે ત્યારે આપ સૌ કોઈ આ અંગે શું માનો છો તે કોમેન્ટ કરીને અમને જરૂરથી જણાવજો તો હાલ તો બસ આટલું જ ફરી મળતા રહીશું વાત ગુજરાતી પર

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *