Cli
સાળંગપુર માં હનુમાનજી ની 54 ફુટની વિશાળ પ્રતિમા તૈયાર થઈ રહી છે, ભક્તોમાં અનેરો આનંદ છવાયો...

સાળંગપુર માં હનુમાનજી ની 54 ફુટની વિશાળ પ્રતિમા તૈયાર થઈ રહી છે, ભક્તોમાં અનેરો આનંદ છવાયો…

Breaking

ગુજરાતમાં ઘણા બધા મંદિરો સાથે ભક્તોની લાગણીઓ અને અનેરી શ્રધ્ધા જોડાયેલી છે જેમાં બોટાદ જીલ્લાના સાળંગપુર કષ્ટભંજન દેવ હનુમાનજી ના મંદિર ના દર્શનાથે દુર દુર થી ભાવિ ભક્તો મોટી સંખ્યામાં આવે છે અને દાદાના દર્શન કરીને ધન્યતા અનુભવે છે એ વચ્ચે તાજેતરમાં ભક્તોની ખુશી માં બમણો વધારો થયો‌ છે.

હનુમાનજી ની 54 ફુટની ઉંચી પ્રતિમાનુ સર્જન કરવામાં આવી રહ્યું છે નિષ્ણાતો ના જણાવ્યા અનુસાર અંદાજીત ચાર કરોડના ખર્ચે પ્રતિમ બનાવવામાં આવી રહી છે મંદીરના ટ્રસ્ટ ના જણાવ્યા અનુસાર ભાવિકો દાદાના 7 કિલોમીટર દુર થી પણ દર્શન કરી શકશે હવે આ પ્રતિમા માં આખરી રંગ રુપ આપવામાં આવી રહ્યું છે.

ભક્તોમાં અને સાધુ સંતો માં ખુશની લહેર દોડી ગઈ છે હનુમાનજી ની 54 ફુટની વિશાળ પ્રતિમા ની સાથે દાદાની 33 ફુટની ગદા પણ બનાવવામાં આવી છે દિવાળીના દિવસે આ ગદા સાળંગપુર પહોચંતા પુજા અને વિધીથી પવિત્ર કરીને તેનું મુર્તીની સાથે જોડાણ કરવામાં આવ્યું હતું નવાઈની વાત એ છેકે.

પ્રાપ્ત માહિતી અનુસાર ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીજી ના હાથે હનુમાનજી ની આ વિશાળ પ્રતિમા નુ અનાવરણ કરવામા‌ આવશે અને કિગં ઓફ સાળંગપુર નું બિરુદ આપવામાં આવશે બોટાદ જીલ્લાના સાળંગપુર માં હાલના સમયે પણ રોજ 370 થી વધારે કારીગરો કામ કરી રહ્યા છે હનુમાનજી ની પ્રતિમાના કુડંળ મુખ ગદા આવી જતા.

પુજા વિધી સાથે જોડાણ કરી ને હવે આખરી રંગ રુપ આપીને સાળંગપુર માં ભવ્ય કાર્યક્રમ યોજવામાં આવશે જેમાં દેશભરમાંથી લોકો આવશે સાધુ સંતો ને વિશેષ આમંત્રણ સાથે ગુજરાત સરકાર ના મુખ્યમંત્રી મંડળ ની સાથે ભારતના વડાપ્રધાન નરેન્દ્રજી મોદી પર હાજર રહેશે એવી ખબર સામે આવતા ભક્તોમાં ખુશી જોવા મળી રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *