દેશભરમાંથી અપહરણ ના ઘણા કિસ્સાઓ પ્રકાશમાં આવતા રહે છે પરંતુ કોઈ સાધુ સંતો કે બાબાઓ કોઈનું અપહરણ કરે એવો મામલો સામે આવતા લોકો હેરાન રહી ગયા છે મુંબઈના એક અઘોરીબાબા નું નામ અપહરણની ઘટના માં સામેલ આવતા ચકચાર મચી જવા પામી છે મુંબઈના એક કથિત અઘોરી બાબાએ.
અંધવિશ્વાસ માં ફસાવીને રાજસ્થાનમા હીરા નો વેપાર કરનાર એક બિઝનેસમેન પાસે થી લાખો રુપિયાની ઠગી કરવાનો મામલો સામે આવ્યો છે સમગ્ર ઘટના અનુસાર અમીત સોની નામના હીરા વેપારી જે જવાહરનગર જયપુર રાજસ્થાન માં રહે છે લોકડાઉન દરમિયાન પોતાનો ધંધો ઓછો થતા તેઓએ.
યુટ્યુબ પર થી આશીષ અઘોરી નામના બાબાનો સંપર્ક કર્યો આ દરમિયાન અમિત સોનીએ બાબા સાથે વાતચીત કરી બાબાએ તેના પરિવારજનો અમિત ની પત્ની સાથે પણ વાત કરી ધીમે ધીમે બાબા આશિષ અમિત સોની ની પત્ની સાથે વાત કરવા લાગ્યો અને તેને માનસિક રૂપે પોતાનો વશમાં.
કરીને જણાવ્યું કે તારુ પતિ આપણું દુશ્મન હતો હું ગયા જન્મમાં તારો પતિ હતો અને તું મારી પત્ની હતી એમ કરીને અમિત સોની ની પત્ની ને આષીશ અઘોરીને ભોળવી લીધી ત્યારબાદ આષીશ અઘોરી જયપુર આવ્યો અને એકવાર તે હોટલમા રોકાયો અને બીજી વાર તે અમિત સોની ના ઘરમા રોકાઈ તાંત્રીક વિધી કરી.
ત્યાર બાદ અમિત ની પત્ની ને અલ્હાબાદ બોલાવી અને શકંલેશ્ર્વર અને દિપક દુબે નામના બે વ્યક્તિ સાથે મુલાકાત કરાવી અમિતની પત્ની પાસે થી મહામંડલેશ્વર ની ઉપાધી નામે પૈસા પડાવ્યા શ્રાપ આપવાનો ડર બતાવી અમિત સોની પાસે થી બાબા પૈસા લુટંતો રહ્યો અને 10 નવેમ્બર ના રોજ બાબાએ ફ્લાઇટ પી ટીકીટ અમિતની પત્ની અને બાળકો માટે.
મોકલી અમિત સોની ની પત્ની પોતાના બાળકો સાથે અઘોરી બાબા પાસે જતી રહી અને બાબા સાથે રહેવા લાગી આ દરમિયાન અમિત સોની પોતાના સાળાને લઈને આષીશ અઘોરીના બંગલે પહોંચ્યો તો બંગલાના માલિકે આ ફ્લેટ ખાલી કરાવ્યો હતો બાબા અહીં અનૈતીક કામ અને ન!શાનો કારોબાર કરતો હતો એવું જણાવ્યુ અમિત સોની ની પત્ની અને.
તેના બાળકો આજે પણ આશિષ અઘોરી થી સાથે છે આષીશ અઘોરી એ પૈસાની માગં કરી ત્રણ કરોડ કરતાં વધુ રકમ લીધા બાદ પણ અમિત સોનીની પત્ની ને જોડતો નથી અમીત સોની વકીલના જણાવ્યા અનુસાર મુંબઈ પોલીસ મા કોઈ જવાબ ના મળતા જવાહર પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે જે મામલે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.