તમિલનાડુમાં આજે હાઈ વોલ્ટેજ ડ્રામા પછી અને એ પણ રાજકીય ડ્રામા પછી ફિલ્મના થાલાપતિ વિજય હવે ખરેખર સત્તાના સિંહાસન પર બેસવાના છે. જેની બધાને રાહ હતી એટલે કે શું થશે? આટલા મોટા આંકડો આવ્યા પછી પણ એટલે કે 107 બેઠકો પર જીત પછી 108 બેઠક અને 107 લોકોના જીત્યા પછી પણ બહુમતી સાથેની સરકાર કેવી રીતના વિજય બનાવશે અને કેવી રીતના એ સીએમ બનશે કારણ કે બધાનું એ સપનું હતું તમિલનાડુના જેટલા લોકો એમને પસંદ કર્યા છે
એ બધા એક જ વાત કહી રહ્યા હતા કે થાલાપતિ એ સીએમ બનવા જોઈએ પણ પ્રશ્ન ત્યાં જ આવતો હતો કે ટીવીકેની સરકાર માટે એટલે કે સરકાર બનવામાં માં ઘણા બધા સંઘર્ષ હતા. બહુમતીનો આંકડો 118 જોતો હતો અને એને ટૂટક ટુકટક નાની નાના જેટલા પણ પક્ષો છે એ બધાને ભેગા કરી અને ટીવી કે હવે ત્યાં સત્તા બનાવે તે તરફ આગળ વધી રહી છે. પહેલા ઇન્ડિયન નેશનલ કોંગ્રેસે પાંચ ધારાસભ્ય સાથે સપોર્ટ આપ્યો એના પછી હવેસીપીઆઈએ સપોર્ટ આપ્યો અનેસીપીએમએ સપોર્ટ આપ્યો. ટીવીકેને ટેકો આપ્યાનો જે નિર્ણય હતો એટલે બંને ડાબેરી પક્ષોના બે બે ધારાસભ્ય એટલે ચાર ધારાસભ્ય બીજા આવ્યા. ટીવીકે ને અત્યારે 117 સુધી આંકડો બહુમતીનો પહોંચી ગયો છે
અને હવે સૌથી મહત્વની ભૂમિકા ભજવવાના છે વીસીકે વીસીકે પણ જો ખુલ્લો ટેકો આપી દે છે તો વિજય સીધા બહુમતીના આંકડાને પાર કરી દેશે આ વચ્ચે સૌથી મોટી રાજકીય હલચલ એ થઈ રહી હતી કે ડીએમ કે અને એઆઈએડીએમ કે બંને અંદરખાને વાતચીત કરી રહ્યા હતા. એ જો બંને પક્ષો જે એકબીજાની આમને સામને હતા દુશ્મન હતા એ જો ભેગા થઈ જાય તો પછી વિજયને સીએમ બનતા એ રોકી શકતા હતા પણ આ બંનેનો ટાર્ગેટ એ જ હતો કે વિજયને સીએમ બનતા રોકી શકીએ પણ એવું થયું નથી. આજ સાંત સુધીમાં વિજય ફરી એકવાર રાજ્યપાલને મળવા માટે જવાના છે આ ત્રીજી મુલાકાત રહેવાની છે અને આ એટલે ઐતિહાસિક છે કારણ કે બે વાર વિજય ગયા અને પછી રાજ્યપાલે એમને પાછા મોકલી દીધા અને બહુમતીનો સંપૂર્ણ ફોર્મ્યુલા જ્યાં સુધી હવે નહીં આવે ત્યાં સુધી વિજય રાજ્યપાલ પાસે નથી જવાના
રાજ્યપાલે સ્પષ્ટ કહ્યું હતું કે 118 ધારાસભ્યની સહી લઈને આવો પછી જ આગળ વાત કરીશું બીજી વાર ગયા ત્યારે એવી પણ ખાતરી આપી હતી કે હાલ કોઈપણ પક્ષે સરકાર બનાવવા માટે આમંત્રણ નથી આપ્યું. આ દરમિયાન ટીવી કે સમર્થકો ખૂબ ગુસ્સે પણ થયા હતા કારણ કે બે વાર વિજય રાજ્યપાલને મળીને આવ્યા તોય કઈ ન થયું પછી બધા ગુસ્સે થયા હતા પછી થાલાપતિ થાલાપતિના નારા પણ ત્યાં લાગ્યા. પોલીસે ત્યાં કાર્યકર્તાઓની અટકાયત પણ કરી અને આજે જે આખો હાઈ વોલ્ટેજ ડ્રામા થયો એના પછી શાન સુધીમાં હવે એકદમ ક્લિયર છે કે વિજય ત્યાં સરકાર બનાવી રહ્યા છે ટીવી કે સરકાર બનાવી રહ્યા છે અને એના કરતાં પણ મહત્વનું કે જે સીએમ બનવાની કેન્ડિડેટ અને સીએમ કોણ બનશે એ મોટો પ્રશ્ન હતો એનો જવાબ રાત સુધી મળી જવાનો છે.
શું વિજય ખરેખર સીએમ બનવા જઈ રહ્યા છે કારણ કે પહેલી જ મોટી ચૂંટણીમાં 108 બેઠકો જીતવી એના પછી કોંગ્રેસ ડાબેરી પક્ષ અને નાના પક્ષોનું સમર્થન મળવું આ બતાવે છે કે તમિલનાડુમાં હવે નવી રાજકીય લહેર શરૂ થઈ છે એકસાથે જ્યારે નાના નાના પક્ષો પણ ટીવીકેને સપોર્ટ કરતા હોય ત્યારે રાજનીતિમાં આગળ શું થાય છે એ પણ સમય બતાવશે કારણ કે એક સમય હતો જ્યારે કરુણાનિધિ જયલિતા સ્ટાલિન અને આ બધા જ ચહેરાઓ એવા હતા કે જેને તમિલનાડુના લોકોએ સત્તા પર બેસ સાડ્યા અને ખૂબ પસંદ કર્યા અને હવે જ્યારે એક ફિલ્મ સ્ટાર આવે છે અને એ ફિલ્મ સ્ટાર ત્યાં એવી આંધી લઈને આવે છે ત્યાં પોતાની રાજકીય કારગીરથી એવી રીતના ચમકાવે છે કે જ્યારે ચૂંટણી લડે છે ત્યારે બધાના બધા જ લોકોના દિલમાં એ રાજ કરે છે અને બધા જ એવી અપેક્ષા રાખે છે કે તમિલનાડુના સીએમ તો વિજય બનવા જોઈએ હવે કદાચ તમિલનાડુને તેમના નવા સીએમ મળવાના છે અને સીએમ હશે થાલાપતિ વિજય