ગઈકાલે 31 ડીસેમ્બર ના રોજ સાલ 2022 નો છેલ્લો દિવસ હતો ઘણી બધી જગ્યાએ ઉત્સવ જેવું વાતાવરણ જોવા મળતું હતું એવામાં પચંમહાલ જીલ્લા માં ચાલી રહેલા પચંમહોત્સવ માં ગુજરાતી ફેમસ સિગંર કિજંલ દવે નો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો પંચમહાલ જિલ્લામાં પાંચ દિવસ 25 થી 31 સુધી.
આ ઉત્સવ ખુબ સારી રિતે ઉજવાયો હતો એવો માં કિંજલ દવે અને છેલ્લા દિવસે બોલાવવામાં આવી હતી અને આયોજકો દ્વારા કોઈ પણ પ્રકારની ટિકિટ વિના લોકોને એન્ટ્રી આપવામાં આવતી હતી. મોટી સંખ્યામાં ભીડ એકત્ર થઈ હતી જે દરમિયાન ભીડમાં કોઈ કારણોસર અંદર વિખવાદ થતા.
ભીડમાં અફરાતફરી મચી ગઈ હતી લોકો ખુરશીઓ એક બીજા પર ફેંકી ને તોડી ને ઝગડો કરતા જોવા મળ્યા હતા કિજંલ દવે નો પ્રોગ્રામ અધવચ્ચે થી જ અટકાવવામાં આવ્યો હતો ભિડ બેકાબુ બનતા પોલીસ તંત્રની ખુબ જહેમત થી ઘટનાને કાબુ માં કરવામાં આવી હતી કિજંલ દવે પોતાનો કાર્યક્રમ અડધો મુકીને જ પરત થઇ ગઈ હતી.
કાર્યક્રમ ને બગાડનાર લોકો અને તોડફોડ કરી ખુરશી તોડનાર લોકો પર આયોજકો એ પોલીસને જાણ કરતા પોલીસે આ મામલો થાળે પાડ્યો હતો કિજંલ દવે નો વર્ષના છેલ્લા દિવશે જ કાર્યક્રમ બગડતા સમગ્ર પથંક માં અરેરાટી વ્યાપી ગઇ હતી આ ઘટના ની તપાસ પંચમહાલ જિલ્લા પોલીસ કરી રહી છે.