Cli

સેલિના જેટલીએ ભર્યું મોટું પગલું! પતિ પીટર વિરુદ્ધ FIR દાખલ!

Uncategorized

બોલિવૂડ એક્ટ્રેસ સેલીના જેટલી અત્યારે પોતાની અંગત જિંદગીને લઈને ભારે ચર્ચામાં છે અને આ વખતે મામલો પોલીસ કેસ સુધી પહોંચી ગયો છે. 44 વર્ષની સેલીનાએ તેના ઓસ્ટ્રિયન બિઝનેસમેન પતિ પીટર હૉક સામે મુંબઈ પોલીસમાં એફઆઈઆર (FIR) નોંધાવી છે,

જેના કારણે બોલિવૂડમાં ખળભળાટ મચી ગયો છે.સેલીનાએ તેના પતિ પર માનસિક ત્રાસ, ધમકી અને ઘરેલું હિંસા જેવા ગંભીર આરોપો લગાવ્યા છે. અહેવાલો અનુસાર, સેલીના લાંબા સમયથી લગ્નજીવનમાં મુશ્કેલીઓનો સામનો કરી રહી હતી. તેણે આરોપ લગાવ્યો છે કે પીટર તેને સતત માનસિક રીતે પરેશાન કરી રહ્યો હતો.

આ વિવાદ વધતા એક્ટ્રેસે નવેમ્બર 2025માં કાનૂની સત્તાવાળાઓનો સંપર્ક કર્યો અને ઘરેલું હિંસા કાયદા હેઠળ ફરિયાદ નોંધાવી.મુંબઈ પોલીસે આ ફરિયાદના આધારે ભારતીય ન્યાય સંહિતા (BNS) ની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધ્યો છે. આ તપાસમાં પીટર હૉક સહયોગ ન આપતા હોવાથી અને તેઓ દેશ છોડીને ભાગી ન જાય તે માટે પોલીસે તેમની સામે લુકઆઉટ સર્ક્યુલર પણ જાહેર કર્યો છે.આ વિવાદની વચ્ચે સેલીનાનો એક અત્યંત ભાવુક વીડિયો પણ સામે આવ્યો હતો,

જેમાં તે તેના સ્વર્ગસ્થ પુત્રની કબર સાફ કરતી અને રડતી જોવા મળી હતી. સેલીનાના જણાવ્યા અનુસાર, પરિસ્થિતિ એટલી ખરાબ થઈ ગઈ છે કે તેણે ઓસ્ટ્રિયામાં પોતાનું ઘર છોડીને બાળકો વિના ભારત આવવું પડ્યું છે. તેણે દાવો કર્યો છે કે તેને તેના બાળકોને મળવા દેવામાં આવતા નથી.સેલીના જેટલી અને પીટર હૉકના લગ્ન વર્ષ 2010માં થયા હતા.

લગ્ન પછી તેણે ફિલ્મોથી અંતર જાળવી લીધું હતું. તેમને 2012માં જોડિયા પુત્રો થયા હતા અને ત્યારબાદ 2017માં ફરીથી જોડિયા બાળકોનો જન્મ થયો હતો, પરંતુ હૃદયની બીમારીને કારણે એક પુત્રનું નિધન થયું હતું. હાલ મુંબઈ પોલીસ આ સમગ્ર મામલાની તપાસ કરી રહી છે, જ્યારે પીટર હૉક તરફથી હજુ સુધી કોઈ સત્તાવાર નિવેદન આવ્યું નથી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *