Cli

રણબીર કપૂર પર કેમ ખર્ચાઈ રહ્યા છે હજારો કરોડ? બોલીવુડનો આગામી ‘કિંગ’ તૈયાર છે?

Uncategorized

રણબીર કપૂરનું ફિલ્મ લાઇનઅપ અત્યારે શાહરૂખ ખાન અને પ્રભાસ જેવા સુપરસ્ટાર્સને પણ પરસેવો પાડી શકે તેવું છે. તેમના ખાતામાં રામાયણ, બ્રહ્માસ્ત્ર અને એનિમલ પાર્ક જેવી બિગ બજેટ મૂવી સામેલ છે. ખાસ વાત એ છે કે આ ફિલ્મોનો કુલ ખર્ચ ₹5000 કરોડથી વધુ છે. ભારતીય સિનેમામાં અન્ય કોઈ પણ એક્ટર પર આટલો મોટો દાવ પહેલા ક્યારેય નથી ખેલાયો. એવામાં તેમની આવનારી કેટલીક ફિલ્મો પર નજર કરીએ. જેમાંથી કેટલીક ઓફિશિયલી અનાઉન્સ થઈ ગઈ છે, જ્યારે કેટલીક પર હજુ ચર્ચા ચાલુ છે.

સૌથી પહેલા વાત કરીએ રામાયણની. રામાયણ માત્ર રણબીરની કરિયર જ નહીં પણ ભારતીય સિનેમાના ઇતિહાસનો સૌથી મોંઘો ફિલ્મ પ્રોજેક્ટ છે. નિતેશ તિવારીના ડાયરેક્શનમાં બની રહેલી આ મૂવી બે ભાગમાં બનાવવામાં આવી રહી છે. તેનું કુલ બજેટ ₹4000 કરોડ છે. જેમાં પહેલો ભાગ 2026ની દિવાળી અને બીજો ભાગ 2027ની દિવાળી પર રિલીઝ થશે. પ્રોડ્યુસર નમિત મલ્હોત્રા તેને ગ્લોબલ ફિલ્મ તરીકે પ્રમોટ કરી રહ્યા છે. એવામાં રણબીર સહિત ફિલ્મ સાથે જોડાયેલી આખી ટીમ પર પોતાની જાતને સાબિત કરવાનું પ્રેશર છે. આ ફિલ્મ બ્લોકબસ્ટર માનવામાં આવી રહી છે.

હવે વાત કરીએ બીજી ફિલ્મ ‘લવ એન્ડ વોર’ની. રણબીર કપૂર સ્ટારર લવ એન્ડ વોર ડાયરેક્ટર સંજય લીલા ભણસાલીનો ડ્રીમ પ્રોજેક્ટ છે. પોતાની દરેક ફિલ્મની જેમ તેઓ આને પણ પરફેક્ટ બનાવવામાં લાગ્યા છે. આ કારણે ફિલ્મનું બજેટ ઘણું વધી ગયું છે અને સમય પણ આશા કરતા વધુ લાગી રહ્યો છે. પહેલા આ ફિલ્મ ₹250 કરોડમાં બની રહી હતી, પણ અલગ-અલગ કારણોસર ખેંચાતા તેનું બજેટ ₹350 કરોડ સુધી પહોંચી ગયું છે. માર્કેટિંગ માટે પણ ₹30 કરોડ અલગ રખાયા છે, આમ ઓવરઓલ બજેટ ₹380 કરોડ થયું છે. ફિલ્મમાં આલિયા ભટ્ટ અને વિકી કૌશલ પણ છે.

આ ફિલ્મ 21 જાન્યુઆરી 2027ના રોજ રિલીઝ થશે.હવે વાત ‘એનિમલ પાર્ક’ની. 2023માં રિલીઝ થયેલી ‘એનિમલ’ એ રણબીરની કરિયર બદલી નાખી. સંદીપ રેડ્ડી વાંગાના ડાયરેક્શનમાં બનેલી આ મૂવી બંનેની કરિયરની સૌથી મોટી બ્લોકબસ્ટર રહી. તેથી તેની સિક્વલ એનિમલ પાર્ક પર મોટો દાવ છે. શૂટિંગ 2027ના બીજા હાફમાં શરૂ થશે. ત્યાં સુધીમાં રામાયણ પાર્ટ-1 અને લવ એન્ડ વોર રિલીઝ થઈ ગઈ હશે. અનુમાન છે કે વાંગા આને પહેલા ભાગ કરતા ડબલ એટલે કે ₹200 કરોડના બજેટમાં બનાવશે. રણબીર આમાં ડબલ રોલ પ્લે કરશે.ત્યારબાદ વાત કરીએ ‘બ્રહ્માસ્ત્ર 2’ની. પહેલો ભાગ ₹400 કરોડમાં બન્યો હતો જે બોક્સ ઓફિસ પર એવરેજ રહ્યો હતો. જોકે, નમિત મલ્હોત્રાએ જણાવ્યું કે તેઓ રામાયણ પછી બ્રહ્માસ્ત્ર 2 પર કામ શરૂ કરશે. આનું બજેટ પણ લગભગ ₹400 કરોડની આસપાસ હોવાની સંભાવના છે.

અયાન મુખર્જી તેનું ડાયરેક્શન કરશે. આ ઉપરાંત રણબીર કપૂર ‘ધૂમ 4’ કરશે તેવી ચર્ચા પણ લાંબા સમયથી છે. જો યશ રાજ ફિલ્મ્સ આ મૂવી બનાવે તો તેનું બજેટ ₹350 કરોડની આસપાસ હોઈ શકે છે. ‘પ્યાર કા પંચનામા’ ફેમ લવ રંજન પણ અજય દેવગણ અને રણબીર સાથે એક ફેમિલી ડ્રામા બનાવવાની તૈયારીમાં છે, જેનું બજેટ ₹200 કરોડ હોઈ શકે છે.જો રામાયણના બંને ભાગને ગણીએ તો રણબીરના લાઇનઅપમાં અત્યારે સાત ફિલ્મો છે, જેનું કુલ બજેટ ₹5530 કરોડની આસપાસ થાય છે. જો અનાઉન્સ ન થયેલી ફિલ્મો હટાવી દઈએ તો પણ ઈન્ડસ્ટ્રીના ₹4,980 કરોડ તેમના પર લાગેલા છે. રણબીરની સરખામણીમાં રણવીર સિંહ અને વિકી કૌશલ જેવી એક્ટર્સનું લાઇનઅપ નબળું દેખાય છે. રણવીર પાસે હાલ ‘પ્રલય’ છે જેનું બજેટ ₹300 કરોડ છે, જ્યારે વિકી પાસે ‘લવ એન્ડ વોર’ અને ‘મહાવતાર’ જેવી ફિલ્મો છે. આ સમાચાર વિશે તમે શું વિચારો છો તે અમને કમેન્ટમાં જરૂર જણાવશો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *