૪૦ વર્ષની ઉંમરે અભિનેત્રી આશકા ગોરાડિયા બીજી વખત માતા બની છે. ૧૨૦૦ કરોડની સંપત્તિની માલિક એવી આશકાના ઘરે ફરી એકવાર પુત્રનો જન્મ થયો છે
. વિદેશી પતિ બ્રેન્ટ ગોબલ સાથે તેણે પોતાના લાડકવાયાની ઝલક સોશિયલ મીડિયા પર શેર કરી છે.આશકાએ ઈન્સ્ટાગ્રામ પર એક ક્યુટ તસવીર અને લાંબી કેપ્શન સાથે આ ખુશખબર ચાહકોને આપી હતી. આ કપલે જણાવ્યું કે ૧ મે ૨૦૨૬ના રોજ તેમના ઘરે પુત્રનો જન્મ થયો છે,
જેનું નામ તેમણે રિચર્ડ થિયોડોર ગોબલ રાખ્યું છે. આ પહેલા ૨૦૨૩માં તેમને ત્યાં પ્રથમ પુત્ર વિલિયમ એલેક્ઝાન્ડરનો જન્મ થયો હતો. હવે બે પુત્રોના આગમન સાથે તેમનો પરિવાર પૂર્ણ થયો છે.આશકાની આ પોસ્ટ પર દિવ્યાંકા ત્રિપાઠી,
કરિશ્મા તન્ના, રશ્મિ દેસાઈ, મોનાલિસા અને દ્રષ્ટિ ધામી જેવા અનેક સેલેબ્સે અભિનંદનનો વરસાદ કર્યો છે. ઉલ્લેખનીય છે કે આશકા અને બ્રેન્ટે વર્ષ ૨૦૧૭માં લગ્ન કર્યા હતા. ટીવીની દુનિયામાં નામ કમાયા બાદ હવે આશકા તેના ફેમિલી લાઈફમાં ખૂબ જ ખુશ છે.