શું મિત્રો તમે ક્યારેય એવું સ્કૂટર જોયું છે જે ના તો પેટ્રોલથી ચાલે છે ના ડીઝલથી છતાં પણ 800 કિલોગ્રામ વજન ઉઠાવી આસાનીથી દોડી શકે છે આટલું જ નહીં આ સ્કૂટરની ખાસ વાત એ છે કે આને કોઈ પણ ગમે ત્યાં બનાવીને તૈયાર કરી શકે છે જી હા મિત્રો આ સ્કૂટર બીજે ક્યાંય નહીં પરંતુ આફ્રિકાના કાંગો શહેરમાં ચલાવવામાં આવે છે અને આ સ્કૂટરને સુકડું સ્કૂટરના નામે ઓળખાય છે
તે સિવાય પણ આ સ્કૂટર વિશે એવી ઘણી વાતો છે જે આજના આ વીડિયોમાં તમે જાણવાના જ છો અને સાથે અમે તમને એ પણ જણાવીશું કે આ સ્કૂટર તમે ઘરે કેવી રીતે બનાવી શકો છો. મિત્રો તમે જે સ્કૂટર જોઈ રહ્યા છો તે કોઈ મામૂલી સ્કૂટર નથી પરંતુ લાકડાથી તૈયાર થતું આ સ્કૂટર 800 કિલોગ્રામ સુધી વજન ઉઠાવી શકે છે અને નવાઈની વાત તો એ છે કે આ સ્કૂટરની રફતાર લગભગ 30 km પ્રતિ કલાકની છે
તે સિવાય આ સ્કૂટરની ખાસ વાત એ છે કે તે એન્જિન વગર ચાલે છે. મિત્રો તમને જણાવી દઈએ કે પેટ્રોલ ડીઝલનો ભાવ દિવસેને દિવસે વધતો રહે છે અને આફ્રિકાના લોકો એટલા ગરીબ છે ને કે તે પેટ્રોલ ડીઝલથી ચાલતી ગાડીઓનો ઉપયોગ કરી શકતા નથી તેથી તેઓ એ દેશી જુગાડ કરીને આ ગાડી તૈયાર કરી છે અને દરરોજ થતું સામાન્ય કામ તે લોકો આ ગાડી દ્વારા કરે છે. હવે સવાલ એ થાય છે કે એન્જિન વગર ચાલતું આ સ્કૂટર આપમેળે કેવી રીતે ચાલે છે?
તો મિત્રો તમને આ સવાલનો જવાબ ત્યારે જ મળશે જ્યારે તમે આ સ્કૂટરને બનાવવાની પ્રોસેસ જાણશો. તો ચાલો મિત્રો તમને એ પણ જણાવી દઈએ કે આ ગાડી કેવી રીતે તૈયાર કરવામાં આવે છે મિત્રો સૌપ્રથમ આ ગાડી બનાવવા માટે એક મજબૂત લાકડાની જરૂર પડે છે જેવું કે સાગ કે સીસમ ત્યારબાદ અમુક સાધનો
જેવા કે કરવત હથોડી ડ્રીન મશીન વગેરે હવે ગોળાકાર લાકડાના બે પેરણા તૈયાર કરવાના છે જેમાં બિલકુલ વચ્ચોવચ હોલ પાડીને તેમાં બેરિંગ ફિટ કરી દેવાના છે પણ યાદ રહે આગળનું પેરણું મોટું એટલે કે 10 ઇંચનું હોવું જોઈએ અને પાછળ તેના કરતાં 2 ઇંચ નાનું ત્યારબાદ સાયકલનું જૂનું ટાયર શોધીને આ રીતે લાકડાના પેડાની ફરતે ખીલ્લી મારીને ગોઠવી દેવાનું હવે તમારે 6 ઇંચ લાંબુ અને 3 ઇંચ પહોળું એક ગોળ લાકડું કાપવાનું છે જેને બેરિંગની વચ્ચે ફિટ કરી દેવાનું છે
ત્યારબાદ લાકડાના બે પટ્ટીઓ બંને પેરડાની સાઈડમાં કઈ આ રીતે ખીલ્લીઓ લગાવી દેવાની છે મતલબ બંને પેરણા લાકડા સાથે જોડી દેવાના છે ત્યારબાદ ડ્રાઈવર સાઈડ બે લાકડાની પટ્ટીઓ રાખીને તેમાં સ્પ્રિંગ ફિટ કરી દેવાની છે હવે અંતમાં વારો આવે છે હેન્ડલ બનાવવાનો તે [ગળું સાફ કરે છે] માટે તમેબે ફૂટ લાકડાના દંડા લેવાના છે અને આગળની સાઈડ કઈ આ રીતે ફિટ કરીને હેન્ડલ તૈયાર કરી શકો છો તો મિત્રો તૈયાર છે તમારું પેટ્રોલ ડીઝલ વગર ચાલતું સુકડું સ્કૂટર મિત્રો મને આશા છે કે તમને અમારો આ વિડીયો જરૂર પસંદ આવ્યો હશે જો પસંદ આવ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેર કરજો ધન્યવાદ