વરસાદની આગાહી કરવામાં આવી છે એ દિવસ પર નજર કરીએ તો આપણને ખબર પડે કે વેસ્ટર્ન ડિસ્ટરબન્સની સિસ્ટમ અને સાથે જ એક મજબૂત સિસ્ટમ અહીંયાથી આવી રહી છે. તમે જુઓ કે આજે ઓમાનની પાસે સિસ્ટમ બની છે ઈરાન ઉપર એક સિસ્ટમ છે આ સિસ્ટમની અસર ધીરે ધીરે ગુજરાત તરફ થવાની છે. પાકિસ્તાન તરફ થઈ અને એ સિસ્ટમ ભારતમાં પ્રવેશે છે અને એ જ્યારે પ્રવેશે ત્યારે એની સૌથી વધારે અસર થાય. અત્યારે યુદ્ધની પરિસ્થિતિમાં જે રીતના ગ્લોબલ વોર્મિંગથી લઈને આપણે વાતાવરણમાં બદલાવ જોઈ રહ્યા છીએ
એની અસરો પણ થઈ રહી છે અને તમે જુઓ કે અત્યારે અહીંયા એક મજબૂત સિસ્ટમ બની છે. અતિભારે વરસાદ પડવાની સંભાવના છે અને એ સિસ્ટમ જ્યારે ધીરે ધીરે આગળ આવશે એની તીવ્રતા ઓછી થઈ જશે પણ એ 27 28 તારીખની આસપાસ ગુજરાતમાં વરસાદ લઈને આવી શકે છે. દરિયાકાંઠાના વિસ્તારોમાં વરસાદની સંભાવના છે અહીંયાથી વેસ્ટર્ન ડિસ્ટરબન્સ જે પસાર થાય છે એના કારણે પણ વરસાદ પડે તેવી સંભાવના છે. પાકિસ્તાન ઉપરથી થઈને સિસ્ટમ જ્યારે આગળ વધશે ત્યારે કચ્છના ભાગોને અસર કરી શકે તેવી સંભાવના છે.
સાથે જ દક્ષિણ ગુજરાતના ભાગોમાં પણ છૂટો છવાયો વરસાદ પડે તેવી સંભાવના છે. અરબી સમુદ્રમાં જ્યારે સિસ્ટમ પ્રવેશે છે ત્યારે ત્યાં હલચલ થાય છે. અત્યારે અરબી સમુદ્ર અને બંગાળની ખાડી બંનેમાં હલચલ છે અને એના કારણે ગુજરાતમાં ફરી એકવાર વરસાદની આગાહી કરવામાં આવી છે. તમે જુઓ કે નીચેના પ્રદેશો એટલે દક્ષિણના મોટાભાગના વિસ્તારોમાં ખૂબ વધારે વરસાદ પડ્યો અને એના કારણે બહુ જ બધા વિસ્તારો એવા છે એટલે 28 તારીખે તમે જુઓ કે ગુજરાતમાં વરસાદ બતાવશે પણ ખરી ગુજરાતમાં વરસાદ પડવાની જે આગાહી કરવામાં આવી છે
એની અસરો પણ તમને જોવા મળશે. 28 તારીખે આપણે જોઈએ તો 28 તારીખે ઉત્તર ગુજરાતના ઘણા બધા વિસ્તારોમાં છૂટો છવાયો વરસાદ પડવાની સંભાવના છે. કચ્છમાં વરસાદ પડવાની સંભાવના છે અને સિસ્ટમની અસર તમે જુઓ કે સિસ્ટમના જે વાદળો અને બધું છે એ જ્યારે રાજસ્થાન તરફ આગળ વધશે ત્યારે દક્ષિણ ગુજરાત મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં સાથે કચ્છમાં વરસાદની સંભાવના છે એટલે દરિયાકાંઠાના વિસ્તારથી લઈને ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં વરસાદ પડે એવી આગાહી 27, 28 અને 29 તારીખે કરવામાં આવી છે
. હવામાન વિભાગ હજુ પણ એ સિસ્ટમ પર નજર રાખી રહ્યા છે એટલે આગળ જતા એમાં કોઈ તીવ્રતા એની વધે છે કા તો પછી સિસ્ટમ દૂર જાય છે તો એની અસરો ઓછી થશે પણ ખેડૂતોએ સાવધાન રહેવાનું છે ઓલરેડી જે હવામાન બદલાયું અને જેના કારણે માવઠું આયું ભારે પવન ફૂકાયા ખેડૂતોને ઘણું નુકસાન થયું છે આ સિસ્ટમથી પણ ખેડૂતોએ બચવાનું છે તમારે ત્યાં કેવું વાતાવરણ છે અમને કમેન્ટ્સમાં જણાવજો અત્યારે આ વીડિયોમાં બસ આટલું જો તમે અમને YouTube પર જોઈ રહ્યા હોય તો સબ્સ્ક્રાઇબ કરજો ફેસબુક પર જોઈ રહ્યા તો ફોલો કરજો અમારા વીડિયોને લાઈક અને શેર કરજો