એક જ ફિલ્મથી સુપરસ્ટાર બનેલા હીરો ગિરીશ કુમારની હાલત એવી થઈ ગઈ છે કે હવે તેઓ ઓળખાય પણ નહીં એવી સ્થિતિમાં નજર આવે છે. વર્ષ 2013માં ગિરીશની ફિલ્મ રામૈયા વસ્તાવૈયા રિલીઝ થઈ હતી, જેમાં તેઓ શ્રુતિ હાસન અને સોનૂ સૂદ સાથે જોવા મળ્યા હતા.
આ રોમેન્ટિક ફિલ્મને દર્શકોએ ખુબ પસંદ કરી હતી. પોતાની પહેલી જ ફિલ્મ માટે ગિરીશને સ્ટાર સ્ક્રીન એવોર્ડ, બિગ સ્ટાર એવોર્ડ અને અપ્સરા એવોર્ડ માટે નોમિનેટ કરવામાં આવ્યા હતા, જે તે સમયે ખૂબ મોટી વાત હતી.પરંતુ પહેલી જ ફિલ્મ બાદ ગિરીશનું કરિયર સીમિત થતું ગયું.
ત્યારબાદ ત્રણ વર્ષ પછી 2016માં તેમને લવેશહૂદા ફિલ્મ મળી, પરંતુ આ ફિલ્મ ફ્લોપ સાબિત થઈ. આ પછી ગિરીશને કોઈ ફિલ્મમાં કામ મળ્યું નહીં. જોકે સ્ક્રીન પર દેખાવાનું તેમનું કરિયર ભલે પૂરુ થયું હોય, પરંતુ આજે પણ તેઓ બોલિવૂડના બોસ તરીકે ઓળખાય છે.ગિરીશ ટીપ્સ કંપનીના માલિક કુમારના પુત્ર છે અને તેમના કાકા રમેશ એસ. તૌરાણી બોલિવૂડના ટોપ પ્રોડ્યુસર છે. થોડા દિવસો પહેલાં ગિરીશ લાંબા સમય બાદ મીડિયા સામે આવ્યા હતા,
ત્યારે તેમનું વજન ઘણું વધેલું દેખાતું હતું. ગિરીશ PS1 ફિલ્મના પ્રીમિયર પર પોતાની પત્ની કૃષ્ણા મંગલાની સાથે પહોંચ્યા હતા.ભલે ગિરીશની પહેલી ફિલ્મથી તેમની સારી એવી ફેનબેઝ તૈયાર થઈ ગઈ હતી, છતાં તેમને આગળ વધવાની તકો મળી નહીં. સ્ટાર કિડ હોવાનો પણ તેમના કરિયરને કોઈ ખાસ ફાયદો થયો નહીં. હાલ તો ગિરીશ એક્ટિંગ છોડીને ફિલ્મોમાં રોકાણ કરી રહ્યા છે.