સુરેન્દ્રનગર શહેરમાંથી કાયદો અને વ્યવસ્થા ને પડકાર નાખતો મારામારી નો બનાવ સામે આવ્યો જેમાં સુરેન્દ્રનગરની સરકારી મહાત્મક હોસ્પિટલ ના કમ્પાઉન્ડમાં સાત યુવકોએ મળીને એક યુવકને ખૂબ માર માર્યો અને તેનો વિડીયો બનાવી પોતે જ પોસ્ટ કર્યા ની ઘટના સામે આવી છે ઘટના નો.
વિડીયો સામે આવતા સનસનાટી ફેલાઇ જવા પામી છે મહાત્મા હોસ્પિટલના કમ્પાઉન્ડમાં સમીર મામાણી નામના યુવક પર સાત વ્યક્તિઓ લાકડીઓ અને પથ્થરો લઈને તૂટી પડ્યા હતા અને તેને ઢોરની જેમ માર માર્યો હતો આ ઘટના જોતા એમ લાગે છે કે કોઈ મોટો બનાવ હશે પરંતુ વીડિયોમાં.
સમીરને એ લોકો પુછી રહ્યા છે કે સામું કેમ જોવે છે એમ કહી મારી મારી રહ્યા છે સમીર મામાણી અધમુઓ થઈ માર ખાતો જોવા મળે છે તો વિડીયોમાં મડ!ર કરો મ!ડર કરો ની બુમો પણ સંભડાઈ રહી છે જાહેર સ્થળ પર કાયદો અને વ્યવસ્થા ના ધજાગરા ઉડાવતો આ વિડીઓ સામે આવતા આ મામલે પોલીસે.
સાત લોકો વિરુદ્ધ હ!ત્યા નો પ્રયાશ કરવાનો ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે આ મામલે પોલીસે મુખ્ય આરોપી દીપક વાણીયા રમેશ પારગી દર્શન રાઠોડ જીગ્નેશ રાઠોડ અને અન્ય ત્રણ લોકો વિરુદ્ધ ગુનો દાખલ કરીને કાર્યવાહી હાથ ધરી છે આરોપી દિપક વાણીયા એ લોકોમાં ભય ફેલાવવા અને.
ધાક જમાવવા માટે અગાઉ પણ કોઈ કેબીનમા તોડફોડ કરી પોતે જ વિડીઓ વાઈરલ કર્યો હતો એ સમયે તેની ગુના મા ધડકપકડ કરવામાં આવી હતી અને ફરી દિપક વાણીયાએ સુરેન્દ્રનગર મહાત્મા હોસ્પિટલના કમ્પાઉન્ડમાં સમીર મામાણી ને માર મારી અને વિડીઓ પોસ્ટ કર્યો હતો આ મામલે.
સુરેન્દ્રનગર બી ડિવિઝન પોલીસ મથકે ફરીયાદ દાખલ કરવામાં આવી છે આ મામલે પીએસઆઇ એમ બી વીરજાએ જણાવ્યું હતું કે આ ઘટના સામે આવ્યા બાદ સાત લોકોની વિરુદ્ધ હ!ત્યાનો પ્રયાસ અને જાહેર સ્થળ પર શાંતિ વ્યવસ્થા નો ભંગ કરી મારામારી કરવાની ગંભીર કલમો દાખલ કરી ગુનો.
નોધંવામા આવ્યો છે અને આ ઘટના માં ઈજાગ્રસ્ત યુવાન સમીર મામાણી ની સુરેન્દ્રનગર ટીબી હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે આરોપીઓની શોધખોળ કરવામાં આવી રહી છે જાહેર માં કાયદો અને વ્યવસ્થા હાથમાં લેતાં આ આરોપીઓ વિરુદ્ધ આપનો શું અભિપ્રાય છે એ કોમેન્ટ થકી જરૂર જણાવજો.