Cli

14 વર્ષથી તારક મહેતાકા ઉલ્ટા ચશ્મા શોમાં કામ કરતા શૈલેષ લોઢાને એવી કંઈ મજબૂરી આવી શોને છોડવો પડ્યો ?

Ajab-Gajab Bollywood/Entertainment Breaking

મિત્રો તારક મહેતા શોને ચાહનારા માટે ચોંકાવનાર ખબર સામે આવી રહી છે શોના મેન એક્ટર શૈલેષ લોઢાએ શોને છોડી દીધો છે કાલથી આ ખબરો મીડિયામાં જાણવા મળી રહી છે પરંતુ એમણે આખરે શોને કેમ છોડવો પડ્યો એ વાતે પણ સોસીયલ મીડીયામા જોર પકડ્યું છે જેને લઈને કેટતાય ફેન્સ શો છોડવાનું કારણ જાણવા માંગી રહ્યા છે.

તમને જણાવ દઈએ મીડિયા રિપોર્ટમાં જાણવા મળ્યું છેકે શૈલેષ લોઢા છેલ્લા એક મહિનાથી શોમાં શૂટિંગ કરવા નથી આવી રહ્યા ઈ ટાઈમ્સના એક સૂત્રોના હવાલે જણાવ્યું છેકે શૈલેષ સોઢા પોતાના કોન્ટ્રાકટથી ખુશ ન હતા અને એમને લાગે છેકે એમની તારીખનો પણ સરખી રીતે ઉપયોગ કરવામાં નથી આવી રહ્યો.

તેઓ નવા કામને પણ નથી કરી રહ્યા એમણે આ શોમાં વ્યસ્ત રહેવાનાં કારણે કેટલાય શોના પ્રોજેક્ટ ઠુકરાવી દીધા હતા એટલે શૈલેષ પોતાની સામે આવતી કોઈપણ ઓફરને બરબાદ કરવા નથી માંગતા ખબરોની માનીએ તો પ્રોડક્શન હાઉસ શૈલેષને મનાવવાની ભરપૂર કોશિશ કરી રહ્યું છે પરંતુ એવું લાગી રહ્યું છેકે.

તારક મહેતાએ શોને છોડવાનું મન પુરી રીતે બનાવી લીધું છે તમને જણાવી દઈએ શોમાં શૈલેષ લોઢાનું મહત્વનું પાત્ર રહ્યું છે તેઓ જેઠાલાલના સૌથી સારા મિત્રનો રોલ કરે છે એમણે શોમાં કથાકાર રીતે પણ કામ કર્યું છે શોની શરૂઆતથી જ શૈલેષ શોનો ભાગ રહ્યા છે પરંતુ અચાનક શોને છોડવાના સમાચારે ફેન્સને દુઃખી કર્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *