ગુજરાત કચ્છમાં કાબરાઉ પાવન ધરતી પર આઈ શ્રી મણીધર વડવાળી માં મોગલના બેસણા છે માં મોગલ ના સાનિધ્ય માં લાખો શ્રદ્ધાળુઓ પોતાના દુઃખ વ્યક્ત કરે છે અને માં મોગલ ભાવિ ભક્તોના દુઃખ દૂર કરે છે ભક્તો ની આસ્થા માં મોગલ સાથે સંકળાયેલી છે જેના સાનિધ્યમાં એક ભક્તિ અને આસ્થા ના દર્શન થાય છે.
દુખીયા ના દુઃખને દૂર કરી માં મોગલ પોતાના ભાવિ ભક્તોનુ જીવન ખુશીઓ થી ભરી દે છે મા મોગલ ને શાની ગેમો પૈસા લેવામાં આવતા નથી અહીંયા માત્ર અન્નના દાનનો જ સ્વિકાર કરવામાં આવે છે એ અન્ન ભાવિ ભક્તોના ભોજન માટે વપરાય છે તાજેતરમાં માં મોગલના મંદિરના સાનિધ્યમાં 108 યજ્ઞ હવનનું આયોજન કરવામાં આવ્યું હતું.
જેમાં ખૂબ મોટી સંખ્યામાં ભાવિ ભક્તો હાજર હતા માતાજીની પૂજા કરીને 108 યજ્ઞ કુડં વખતે ગાદીપતિ શ્રી ચારણ ઋષિ સામંત બાપુ એ ભાવિ ભક્તોને જણાવ્યું હતું કે માં મોગલ ને જો પ્રસન્ન કરવા હોય તો ભુખ્યા ને ભોજન કરાવો અને ગરીબો ને કપડા વહેંચો શારીરીક રીતે આસક્ત છે તેની પીડાઓ વેદનાઓ દુર.
કરવાના પ્રયત્નો કરો અને નિરાધાર દિકરીઓ ને ભણાવો એના સારા પરીવાર માં લગ્ન કરાવો કન્યા દાન એ સૌથી મોટુ દાન છે જેમાં સહભાગી બની દિકરીઓ ને આપો જે વ્યક્તિ નિસ્વાર્થ ભાવે છે આ કાર્યો કરે છે તેના પર માં મોગલ કૃપા કરે છે અને માં મોગલ તેના પર પ્રસન્ન થાય છે માં મોગલ ને રીઝવવા માટે આ ત્રણ કાર્યો ભક્તો માટે ખુબ જરુરી છે.