ગુજરાતમાં લોકગીતો અને લોકસાહિત્ય નો ખુબ વ્યાપ વધ્યો છે ગુજરાતી ફિલ્મો કરતા પણ વધારે લોકો વિડીઓ આલ્બમ જોવા વધુ પસંદ કરે છે સ્ટેજ પ્રોગ્રામ અને ડાયરાના પ્રોગ્રામ થકી આજે કલાકારો ખુબ પ્રગતિ કરી રહ્યા છે કિર્તીદાન ગઢવી જીગ્નેશ કવિરાજ કિંજલ દવે જેવા ઘણા બધા કલાકારો એ મોંઘીદાટ ગાડી.
વસાવી ને એની તસવીરો શેર કરી છે એ વચ્ચે તાજેતરમાં ગુજરાતી સિંગર રાકેશ બારોટે લાખોની કિંમતની મોંઘીદાટ ફોરચ્યુનર કાર ખરીદી છે અને પોતાના પરીવાર સાથે નવી એસયુવી ફોરચ્યુનર કારની તસવીરો પણ શેર કરી છે તેમને તેમની પત્નિ અને પોતાના પિતા સાથે ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પર કેટલીક.
તસવીરો શેર કરી ખુશી વ્યક્ત કરી છે જેના પર ફેન્સ તેમને શુભેચ્છા આપી રહ્યા છે રાકેશ બારોટ વર્ષો ની મહેનત બાદ પોતાના સપના પુરા કરી રહ્યા છે રાકેશ બારોટ 14 વર્ષના હતા ત્યારે સંગીત પ્રત્યે ખૂબ જ રુચિ ધરાવતા હતા તેઓ પોતાના મામા ગુજરાતી ટહુકતો મોરલો કહેવાતા મણીરાજ બારોટ
સાથે ગીતો ગાવા જતા હતા અને એક કેસેટ પણ બનાવી હતી ત્યાર બાદ મણીરાજ બારોટના અવસાન બાદ થોડા સમય બાદ સાજણ નો સંદેશો આલ્બમ સોગં આવ્યું ત્યાર બાદ તેઓને એક પછી એક હીટ આલ્બમ સોંગ આવતા રહ્યા અને તેઓ એક સ્ટાર બની સામે આવ્યા લોકોએ તેમનો અવાજ ખૂબ જ પસંદ કર્યો અને ઉત્તર ગુજરાતમાં તેઓ.
મોટા સિગંર બન્યા બાદમાં તેમની નામના ગુજરાતભર માં વધી અને તેઓ એ ઘણા બધા લોક ડાયરાઓ અને વિડીઓ આબ્લમ સોગં થી ખુબ નામના મેળવી રાકેશ બારોટે પોતાના જીવનમાં અનેક કષ્ટો નો સામનો કર્યો હતો એવું એમને પોતાના મિડીયા ઇન્ટરવ્યૂ માં જણાવ્યું હતું આજે તેઓ પોતાના સપનાઓ પુરા કરી રહ્યા છે.