Cli
truth revealed by hindi family

નૂહમાં થયેલ ધાર્મિક હુમલા પર હિન્દુઓએ જણાવી આપવીતી…

Uncategorized

કહેવાય છે ને કે જીવનમાં કેટલીક ઘટનાઓ એવી હોય છે જેને વ્યક્તિ ક્યારેય ભૂલી શકતો નથી.કેટલીક ઘટનાઓ વ્યક્તિની રાતની ઊંઘ પણ ઉડાડી દેતી હોય છે હાલમાં આવી જ એક ઘટના મેવાતમાં બની છે.જેને મેવાતના લોકોની ઊંઘ ઉડાડી દીધી છે.

હાલમાં જ નુહમાં શિવ મંદિરની નજીક રહેતા કેટલાક લોકોએ નુહમા બનેલી સમગ્ર ઘટના અંગે જાણકારી આપી છે.મીડિયા ઇન્ટરવ્યૂ દરમિયાન વૃદ્ધ વ્યક્તિએ જણાવ્યું કે શરૂઆતમાં યાત્રા નીકળી ત્યારે શાંત હતી.

નૂહમાં વિવાદ થયો હતો પરંતુ પછી શાંત થઈ ગયું હતું. પરંતુ બજરંગ દળના કેટલાક લોકો અહી શિવ મંદિર પાસે આવતા જ અચાનક જ ગોળીબાર શરૂ થઈ ગયો હતો વૃદ્ધે જણાવ્યું કે તેમના ઘર પર સીધી જ ગોળી આવી રહી હતી જેને કારણે તેમના આખા પરિવારે ઘરમાં પુરાઈ રહેવું પડ્યું હતું.વધુમાં વૃદ્ધે કહ્યું કે પોલીસ ન આવી ત્યાં સુધી ગોળી ચાલી રહી હતી.પોલીસના આવ્યા બાદ કાબૂ મેળવી શકાયો હતો.

અન્ય એક વ્યક્તિએ ઘટના અંગે વાત કરતા જણાવ્યું કે બાળકો આ ઘટનાથી ખૂબ ડરી ગયા છે.તે રાત્રે સૂઈ પણ નથી શકતા.વધુ એક વ્યક્તિએ ઇન્ટરવ્યૂ દરમિયાન જણાવ્યું કે ત્રણ વર્ષથી આ શોભાયાત્રા નીકળે છે પરંતુ આ વખત જેવી લડાઈ ક્યારેય નથી થઈ.તેમને કહ્યું કે આ હોબાળા પાછળ મોનુ માનેસર અને તેને વાયરલ કરેલ વીડિયો જ જવાબદાર છે.

અત્યારે માત્ર હિન્દુ જ નહિ મુસ્લિમમાં પણ ડરનો માહોલ છે.તેમને કહ્યું હુમલાખોરના ચહેરા ઢાંકેલા હતા જેને કારણે કોઈની ઓળખ પણ થઈ શકી નથી જણાવી દઇએ કે મેવાતના નૂહમાં વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા બ્રિજમંડલ જળાભિષેક યાત્રા કાઢવામાં આવી રહી હતી.

આ યાત્રા ગુરુગ્રામ-અલવર રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર પહોંચી હતી, ત્યારે યુવાનોના એક જૂથે શોભાયાત્રા પર પથ્થરમારો શરૂ કરી દીધો હતો હિંસા વધતાં સરકારી અને ખાનગી વાહનોને નિશાન બનાવવામાં આવ્યા હતા હિંસા દરમિયાન ગાડીઓ પર પથ્થર ફેંકવામાં આવ્યા હતા.એટલું જ નહિ તેમાં આગ પણ લગાવવામાં આવી હતી.

જે બાદ પરિસ્થિતિને કાબૂમાં લેવા પોલીસે ટિઅર ગેસનો ઉપયોગ કર્યો હતો અને હવામાં ફાયરિંગ કર્યું હતું.સાથે જ વધારાના સુરક્ષાકર્મીઓને પણ બોલાવવામાં આવ્યા હતા.આ ઘટના માં ૨૦ લોકોને ઈજા પહોંચી છે તો કેટલાક લોકોએ જીવ ગુમાવ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *