હાલમાં મેવાત અને નુહમાં થયેલી ધાર્મિક બબાલ અને હિંસા અંગે તો તમે જાણતા જ હશો.તમે એ પણ જાણતા હશો કે કેટલાક હુમલાખોરો દ્વારા વાહનો સળગાવી દેવામાં આવ્યા હતા.આ હુમલામાં ૨૦ લોકો ઘાયલ થયા હોવાની ખબર પણ સામે આવી.
જો કે ઘટનામાં થયેલા નુકસાનને ભૂલી બીજી બાબતો પર ધ્યાન આપીએ તો હાલમાં એક મીડિયા ચેનલ દ્વારા આ બબાલ અને હિંસા નિર્ધારિત કરેલી હોવાના પણ દાવા કરવામાં આવી રહ્યા છે.
મીડિયા ચેનલ દ્વારા ગુરુગ્રામના એક રિપોર્ટરનું ટ્વીટ બતાવવામાં આવ્યું છે જેમાં રિપોર્ટર દ્વારા બજરંગ દળ પર તેને હેરાન કરવાનો આરોપ લગાવવામાં આવ્યો છે.રિપોર્ટ ટ્વીટમાં લખ્યું કે ગુરુગ્રામમાં પોતાનુ કામ કરી રહ્યો હતો તે સમયે બજરંગ દળના લોકોએ તેના ધર્મ અંગે પૂછપરછ કરી હતી.સાથે જ તેનો કેમેરો બંધ કરાવી દીધો હતો.
તેને લખ્યું કે હુમલાના ડરથી ગુરુગ્રામના ૨૦૦ જેટલા મુસ્લિમ લોકોએ આ સ્થળ છોડી દીધું છે.આ જ રિપોર્ટર ની અન્ય એક ક્લિપ બતાવવામાં આવી જેમાં તેને જણાવ્યું કે બજરંગ દળના લોકો દ્વારા મારા પર પથ્થર ફેંકવામાં આવ્યા હતા.
મીડિયા ચેનલનો દાવો છે કે હરિયાણાના નુહ કે અન્ય કોઈપણ જગ્યાએ ધાર્મિક હુમલા દરમિયાન પોલીસ હાજર હોવા છતાં ગોળીબાર અને પથ્થર મારો થયો છે.જેને લઇને સ્પષ્ટ કહી શકાય કે હુમલા નક્કી કરાયેલા છે.
મીડિયા ચેનલનુ કહેવું છે કે એક કોમ પર હુમલો કરાવી તેને એક પક્ષની શરણમાં મોકલવાની આ રમત રમાઈ રહી છે.મીડિયા ચેનલ દ્વારા અમિત શાહનો એક વીડિયો બતાવવામાં આવ્યો છે જેમાં તેઓ કહી રહ્યા છે કે કોઈપણ થઈ જાય મોદી સરકારની જ જીત થશે જો કે આ આરોપો અંગે અમે કોઈ સમર્થન આપી રહ્યા નથી.