હાલમાં એક તરફ દેશમાં જય શ્રી રામના નારા લગાવવા આવી રહ્યા છે તો બીજી તરફ ધર્મને લઈને હિંસા પણ ફેલાવવામાં આવી રહી છે.ધાર્મિક યાત્રાને લઈ હરિયાણાના નૂહ માં થયેલી હિંસા અંગે તો તમે જાણતા જ હશો.
મેવાતના નૂહમાં વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા બ્રિજમંડલ જળાભિષેક યાત્રા કાઢવામાં આવી રહી હતી. આ યાત્રા ગુરુગ્રામ-અલવર રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર પહોંચી હતી, ત્યારે યુવાનોના એક જૂથે શોભાયાત્રા પર પથ્થરમારો શરૂ કરી દીધો હતો. હિંસા વધતાં સરકારી અને ખાનગી વાહનોને નિશાન બનાવવામાં આવ્યા હતા.
હિંસા દરમિયાન ગાડીઓ પર પથ્થર ફેંકવામાં આવ્યા હતા.એટલું જ નહિ તેમાં આગ પણ લગાવવામાં આવી હતી. જે બાદ પરિસ્થિતિને કાબૂમાં લેવા પોલીસે ટિઅર ગેસનો ઉપયોગ કર્યો હતો અને હવામાં ફાયરિંગ કર્યું હતું.સાથે જ વધારાના સુરક્ષાકર્મીઓને પણ બોલાવવામાં આવ્યા હતા આ ઘટનામાં ૨૦ લોકોને ઈજા પહોંચી છે તો કેટલાક લોકોએ જીવ ગુમાવ્યો છે.
ખાસ વાત તો એ છે કે બજરંગ દળના સભ્ય મોનુ માનેસર અને તેના સાથીઓએ થોડા દિવસ પહેલા જ આ વીડિયો ફરતો કર્યો હતો. જેને કારણે આ હિંસા શરૂ થઈ હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે.એવામાં ત્યાંના લોકોએ પણ આ ઘટના અંગે મીડિયામાં મત રજૂ કર્યા છે.
નુહની આસપાસ રહેતા લોકોનુ કહેવું છે કે બિટુ બજરંગી નામના વ્યક્તિએ વીડિયો થી મેવાતના લોકોને ચેલેન્જ આપી હતી.તેને કહ્યું હતું કે તમારા જીજાજી આવી રહ્યા છે સ્વાગત માટે તૈયાર રહેજો.જેને કારણે જ આ વિવાદ અને હિંસા શરૂ થઈ છે.તે લોકો પાસે પહેલેથી જ હથિયાર હતા જોકે હાલમાં આ વિસ્તારમાં ઈન્ટરનેટ સેવા બંધ કરવામાં આવી છે.