હમણાં થોડા દિવસ થી સોસિયલ મીડિયા માં એક વિડિઓ વાઇરલ થયો હતો જેમાં એક યુવતી જ્યારે રેડ સિંગલ માં ગાડીયો થોભી જાય છે ત્યારે કાળા કલર ના કપડાં પેરેલ યુવતી અચાનક વિડિઓ ચાલુ કરીને રોડ વચ્ચે દોડી જાય છે અને ટ્રાફિક માં ડાન્સ કરીને ઠુમકા લગાવે છે ત્યારે ત્યાં રહેલ પબ્લિક એ યુબતી ને જોતી રહી જાય છે એ વિડિઓ સોસીયલ મીડિયા જબરજસ્ત વાઇરલ થયો હતો એ વિડિઓ ઇન્દોર નરમોસા ચોકડી નો હતો એ વિડીયો જોઈને ગૃહમંત્રી નરોત્તમ મિશ્રા એ કાયદેસરની કાર્યવાહી કરવાનું કરવાના કહ્યું છે એમણે કહ્યું હતું એ યુવતી નો આશય ગમેં તે હોય પણ આ એક અયોગ્ય છે. આ વીડિઓ જોઈને લોકોને લાગ્યું હતું કે આ કોઈ પોલીસ નું અભિયાન છે પરંતું આ વિડિઓ વાઇરલ થતાં કાયદેસર ની કાર્યવાહી થશે.
જો કે, યુવતીના આ કૃત્યને ધ્યાને લઇ ટ્રાફિક પોલીસે યુવક અને વીડિયો શૂટ કરનાર યુવતી વિશે માહિતી એકત્ર કરી હતી. ટ્રાફિક એએસપી અનિલ પાટીદારે જણાવ્યું કે બુધવારે યુવતીને ટ્રાફિક નિયમોનો ભંગ કરવા બદલ નોટિસ આપવામાં આવશે. તેનું નામ શ્રેયા કાલરા અને યુવકનું નામ જેણે યુવતીનો વીડિયો શૂટ કર્યો તે કુશલ ચૌહાણ છે. શ્રેયા ત્રણ દિવસ પહેલા જંજીરવાલા માર્ગ પર કાર પર ડાન્સ કરતી પણ જોવા મળી હતી. ત્યારે પણ ટ્રાફિક જામ હતો. યુવતીએ ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર વીડિયો પણ શેર કર્યો છે અને પોતાને ડિજિટલ સર્જક ગણાવ્યો છે.નોંધનીય છે કે આ રીતે, રાતોરાત ઇન્ટરનેટ મીડિયા પર નામ કમાવવા અને લોકોનું ધ્યાન ખેંચવા માટે, તેઓ આવા વીડિયો બનાવે છે અને તેમને તેમના ઇન્ટરનેટ મીડિયા એકાઉન્ટ્સમાંથી પોસ્ટ કરે છે.