Cli
યુટ્યુબર અરમાન મલીકની બંને પત્નીઓ ની એક સાથે ગોદભરાઈ, શાનદાર ઇવેન્ટ યોજવામાં આવી...

યુટ્યુબર અરમાન મલીકની બંને પત્નીઓ ની એક સાથે ગોદભરાઈ, શાનદાર ઇવેન્ટ યોજવામાં આવી…

Bollywood/Entertainment Breaking

ફેમસ યુટ્યુબર અરમાન મલિક આ દિવસોમાં પોતાની પર્સનલ લાઈફને લઈને ખૂબ જ ચર્ચાઓમાં છે માત્ર યુટ્યુબ પર જ નહીં પરંતુ ઈન્સ્ટાગ્રામ પર પણ અરમાન મલીકના લાખો ફેન ફોલોવર છે અરમાન મલિકને ઈન્સ્ટાગ્રામ પર પણ એક મીલીયન થી વધારે લોકો ફોલોવ કરે છે અરમાન મલિક એ સમય વધારે ચર્ચાઓમાં આવ્યા હતા.

જ્યારે તેમને એક પોસ્ટ કરીને જણાવ્યું હતું કે તેમની બંને પત્ની પાયલ અને કૃતિકા એક સાથે પ્રેગ્નેટ છે અને તેઓ પિતા બનવા જઈ રહ્યા છે આ સમય અરમાન મલિક સોશિયલ મીડિયા પર ખૂબ જ હાઈલાઈટ થયા હતા એ વચ્ચે તાજેતરમાં અરમાન મલિકની બંને પત્ની પાયલ અને કૃતિકા ની ગોદ ભરાઈ ની ઇવેન્ટ યોજવામાં આવી હતી.

જેમાં પાયલ અને કૃતિકા બંને એક સરખું ગુલાબી રંગનુ સુંદર આઉટફીટ પહેરેલી જોવા મળી હતી બંને એ ગળામાં એક સરખો નેકલેસ પણ પહેર્યો હતો ખુલ્લા વાળ અને લાઈટ મેકઅપમાં પાયલ અને કૃતિકા બંને ખૂબ જ સુંદર અને આકર્ષક લાગી રહી હતી બંને પોતાના બેબી બમ્પ પર હાથ રાખી અને સુંદર તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરી હતી.

જેમાં અરમાન મલિક પણ તેમની સાથે બ્લેક શર્ટ પેન્ટમાં ઉભેલા જોવા મળતા હતા લોકોનું ધ્યાન પાયલ અને કૃતિકા બંનેના સરખા આઉટફીટ ઉપર ગયું હતું અરમાન મલિક પોતાની બંને પત્નીઓના ખંભે હાથ મૂકી અને હસી રહ્યા હતા તેમને પોતાના પિતા બનવાની ખુશી વ્યક્ત કરી હતી તેમના ચહેરા પર એક ગજબનો આનંદ જોવા મળતો હતો.

તેઓ એક નહીં પણ બે પત્નીઓ ને એક સાથે પ્રેગનેટ બનાવી અને એક સાથે હવે પિતા પણ બનવા જઈ રહ્યા છે પાયલ અને કૃતિકા બંને અરમાન મલિક સાથે એક જ સતની નીચે એક જ મકાનમાં રહે છે અને બંને હંમેશા એકબીજા સાથે સારું વર્તન કરતી જોવા મળે છે સોશિયલ મીડિયા પર આ કપલ ખૂબ જ લોકપ્રિયતા ધરાવે છે.

કૃતિકા સાથે લગ્ન કરવાની મંજૂરી આપી હતી પાયલ અને કૃતિકા એક સારી મિત્ર હતી અરમાન મલિક અને પાયલ ના લગ્ન વર્ષો પહેલા થયા હતા ત્યારબાદ અરમાન મલિક તેની સહેલી કૃતિકાના પ્રેમમાં પડ્યા અને કૃતિકા સાથે પણ લગ્ન કરી લીધા કૃતિકા અને અરમાન મલિકના પ્રેમ સંબંધોનો સ્વીકાર પાયલ એ કરી લીધો અને આજે અરમાન મલિક મ્યુઝિક વિડિયો સોંગ આલ્બમ થકી ખૂબ જ નામના ધરાવે છે.

તેઓ પોતાની પર્સનલ લાઈફને પણ વ્લોગ વીડિયોમાં શેર કરતા રહે છે એમના વિડીઓ લોકો ખુબ પસંદ કરે છે બંનેની ગોદ ભરાઈની અસુંદર તસવીરો સોશિયલ મીડિયા પર સામે આવતા અરમાન મલિકના ચાહકો તેમને પિતા બનવાની શુભેચ્છાઓ આપતા જોવા મળે છે અને તસવીરો પર લાઇક કમેન્ટથી ખૂબ જ પ્રેમ વરસાવી રહ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *