સાઉથના જાણીતા નિર્દેર્ષકોની વાત કરીએ તો તેમાંથી એક એસએસ રાજા મૌલી એમની RRR ફિલ્મ 25 માર્ચેના રોજ રિલીઝ થઈ આ ફિલ્મને 400 કરોડના બજેટમાં બનાવામાં આવી હતી જેને લઈને ફિલ્મનું પ્રમોશન પણ એટલુંજ કરવામાં આવ્યું કહેવાઈ રહ્યું હતું કે ત્રિપલ આર ફિલ્મ ઘણા રેકોર્ડ તોડશે.
અને થયું પણ એવુજ ગઈ કાલે રિલીઝ થયેલ ત્રિપલ આર ફિલ્મને લોકોનો ખુબજ પ્રેમ મળી રહ્યો છે ફિલ્મે પહેલા દિવસે જ ભારતની તમામ ફિલ્મોના રેકોર્ડ તોડી દીધા છે અત્યાર સુધી એક દિવસમાં સૌથી વધુ બોક્સઓફિસમાં કમાણી કરનાર આ ફિલ્મ બની ગઈ છે જણાવી દઈએ જુનિયર એનટીઆર અને
રામચરણની.
આ ફિલ્મને 25 માર્ચે પ્રથમ દિવસે જ 223 કરોડની કમાણી કરીને ધમાકેદાર શરૂઆત કરી છે મીડિયા રિપોર્ટ મુજબ આ ફિલ્મ સૌથી વધુ કમાણી હૈદરાબાદમાં કરી છે અને હૈદરાબાદની કમાણી 75 કરોડ બતાવાઈ છે એક દિવસમાં સૌથી વધુ કમાણી કરનાર ફિલ્મ પહેલા બાહુબલી 2 હતી તેણે એક દિવસમાં 121 કરોડ કમાણી કરી હતી.
RRR ફિલ્મે ભારત 156 કરોડની કમાણી કરી છે અને જયારે યુએસમાં 42 કરોડ કમાણી પહેલા દિવસે કરી છે જયારે બીજા દેશોમાં 23 કરોડની કમાણી આ ફિલ્મે કરી છે જેમાં પહેલા દિવસની ટોટલ કમાણી 223 કરોડ બતાવાઈ રહીછે જે ભારતીય ફિલ્મોનો એક નવો રેકોર્ડ ત્રીપલ આરે પોતાના નામે કર્યો છે.