Cli
પરંપરાગત ખેતી છોડી શરુ કરી થાઈ સફરજન ની ખેતી, હવે કમાય છે એટલા કે જાણી દંગ રહી જશો...

પરંપરાગત ખેતી છોડી શરુ કરી થાઈ સફરજન ની ખેતી, હવે કમાય છે એટલા કે જાણી દંગ રહી જશો…

Breaking

ભારતની ખેતીપ્રધાન દેશ છે દેશમાં ખેડૂતો વિવિધ પ્રકારની ખેતી કરતા જોવા મળે છે ઘણા ખેડૂતો અલગ અલગ રીતે ખેતી પધ્ધતિ થી પુષ્કળ ઉત્પાદન મેળવતા જોવા મળે છે એ વચ્ચે રાજસ્થાન કરૌલી જીલ્લા માં મોટાભાગના લોકો પરંપરાગત ખેતી સાથે જોડાયેલા છે તેનાથી માત્ર ઘર ચલાવે એટલી જ કમાણી થઈ શકે છે.

તેવું માનનારા ટોડાભીમ વિસ્તારના ખેડી ગામના ઉપસરપંચ નવહરી મીડાએ અનોખી ખેતી શરૂ કરી છે તેમને પરંપરાગત ખેતી ને છોડીને થાઈ સફરજન ની ખેતી શરૂ કરી છે મુખ્યત્વે ભારત દેશમાં સ્થાયી સફરજનની ખેતી માત્ર કોલકાતા ના વિસ્તારોમાં થાય છે એ વચ્ચે થઈ સફરજનની ખેતી ખેડી ગામના ઉપસરપંચ નરહરી મહિમા એ કરી છે.

તેઓ આ ખેતીના મારફતે લાખો રૂપિયાની કમાણી કરે છે મીડિયા સાથેની વાતચીતમાં તેમને જણાવ્યું હતું કે અમારા પૂર્વજો મારા માતા પિતા દાદા દાદી અને વડીલો ઘણા વર્ષોથી પરંપરાગત ખેતી કરતા આવ્યા છે પરંપરાગત ખેતી માં ઘણું ચણા સરસો થી આપણે માત્ર પેટ જ ભરી શકીએ છીએ.

પુષ્કળ કમાણી માટે મેં આ વખતે મારા ખેતરમાં બે વીઘા જમીન પર થાઈ સફરજન નો બગીચો બનાવ્યો છે અને એના માટે મેં સાત મહિના પહેલા કોલકાતા થી થાઈ સફરજન ના છોડ મંગાવીને મારા ખેતરમાં લગાવ્યા હતા નર હરી મીણાએ જણાવ્યું હતું કે ખેડૂતો માટે સારા ઉત્પાદન માટે ની આ સરળ ખેતી છે જેના થકી તમે વધુ ઉત્પાદન મેળવી.

આર્થિક રીતે સધ્ધર બની શકશો આ ખેતી ઓછી જમીન અને ઓછી મહેનતમાં પણ કરી શકાય છે એક વીઘા જમીનમાંથી તમે બે લાખની આવક મેળવી શકો છો છોડની વાવણી બાદ છ મહિનામાં તેના પર ફળો આવવા લાગે છે અને એક વર્ષ બાદ એક વૃક્ષ એક ક્વિન્ટલ ફળો આપવા લાગે છે નર હરી મીણાએ જણાવ્યું હતું કે મેં જ્યારે આ છોડની વાવણી કરી ત્યારે શરૂઆતમાં.

મને એમ લાગતું હતું કે મને નુકસાન જશે પરંતુ માત્ર છ મહિનામાં થાઈ સફરજન ના ફળો આવવાના શરુ થયા જેની બજારમાં ખુબ માગં છે એક વિઘા માથી બે લાખની મેં આવક મેળવી જ્યારે ઘઉં અને સરસો જેવા પાક માંથી પાચં વીઘા જમીનની વાવણીમાંથી પણ એક લાખ રૂપિયાની આવક મેળવી શકાતી નહોતી તેમને ખેડુતો ને આ ખેતી વિશે માહીતી આપી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *