Cli
માતા પિતા અને બે બાળકો સાથે ભુજનો આખો આ પરિવાર કરોડોની સંપત્તિ દાન કરીને દિક્ષા લેશે...

માતા પિતા અને બે બાળકો સાથે ભુજનો આખો આ પરિવાર કરોડોની સંપત્તિ દાન કરીને દિક્ષા લેશે…

Breaking

આધુનિક યુગમાં પૈસા કમાવવા માટે નોકરી મેળવવા માટે સારી જિંદગી વ્યતિક કરવા આરામ માટે લોકો કાંઈ પણ કરવા માટે તૈયાર થઈ જાય છે હજારો અને લાખો રૂપિયા મેળવવા માટે લોકો આ યુગમાં છેતરપિંડી ધોખા તડી અને મારપીટ કરતા પણ જોવા મળે છે ત્યારે પોતાની કરોડો રૂપિયાની સંપત્તિનું દાન કરીને.

દીક્ષા લેતો આ પરિવાર આ દિવસોમાં ખુબ ચર્ચાઓ માં આવ્યો છે ગુજરાતમાં ઘણા બધા લોકો પોતાની સંપત્તિ ત્યાગીને ધર્મના પંથે દીક્ષા લઈને જોડાયા છે એ વચ્ચે ગુજરાતમાંથી એક આખા પરીવાર ના 4 સભ્યો એકસાથે દિક્ષા લઈને ધર્મનો રસ્તો પસંદ કર્યો છે તમામ સુખ સાયબી એસો આરામ સંપત્તિ બધું જ ત્યાગીને.

આ જૈન પરીવાર સયંમ ના રસ્તે ચાલી નીકળ્યો છે પ્રાપ્ત માહિતી અનુસાર અજરામર સંપ્રદાયના છ કોટી સ્થાનકવાસી જૈન સંઘ અને વાગડના ચોવીસી જૈન સમાજના જથ્થાબંધ કાપડના એક જાણીતા વેપારી પિયુષ મહેતા અને તેમના પત્ની પુર્વીબેન મહેતા સહીત તેમના બે સંતાનો 11 અને 12 કોમર્સમાં ભણતી દિકરી મેઘકુમાર અને.

ભત્રીજા કુશે સન્યાસના રસ્તા પર ચાલવાનો નિર્ણય કર્યો છે પુર્વી બેન મહેતાએ ગુરુ મૈયા ના આશીર્વાદ થી પહેલા સંન્યાસ લેવાનું નક્કી કર્યું હતું તેમનું તપસ્વી જીવન જોઈને ઘરના અન્ય લોકો પણ પ્રભાવિત થયા જૈન સમાજની ભાગવત દીક્ષા ખૂબ કઠિન માનવામાં આવે છે આ પરિવારે પોતાની કરોડો રૂપિયાની.

સંપત્તિનું દાન કરીને ધર્મનો માર્ગ અપનાવ્યો છે ભાગવત દિક્ષા માં પાંચ મહાવ્રતનું પાલન કરવું પડે છે જેમાં બ્રહ્મચર્ય આચૌર્ય અને પગપાળા જ જીવન વિતાવવાનું હોય છે કોઈપણ ઈલેક્ટ્રીક સાધનોનો ઉપયોગ કર્યા વિના ધન દોલત વિના પોતાનુ જીવન ભક્તિના પંથે વિતાવવાનું હોય છે કરોડોની સંપત્તિ.

વચ્ચે મોંઘીદાટ લક્ઝુરિયસ ગાડીઓ માં ફરેલો આ પરીવાર હવે રસ્તા પર ચાલતો જોવા મળશે જે તેમનો પોતાનો નિર્ણય છે કઠોર પરિશ્રમ ભર્યા આ ધાર્મીક જીવનનો માર્ગ તેમને હસતા મોઢે પસંદ કર્યો છે કોઈપણ તપસ્વીને દીક્ષા લીધા પહેલા પોતાની તમામ સંપત્તિ માલ મિલકત દાનમાં આપવાની હોય છે.

પિયુષભાઈ જથ્થાબંધ કાપડના ખૂબ મોટા વ્યાપારી હતા તેમની વાર્ષિક આવક એક કરોડથી વધારે હતી તેમને પોતાની તમામ સંપત્તિને દાનમાં આપી દીધી છે અને તેઓ પોતાના પરિવારજનો સાથે વરિષ્ઠ ગુરુજનોની હાજરીમાં દીક્ષા પ્રાપ્ત કરી અને તપસ્વી નું જીવન વ્યતીત કરવા લાગ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *