ગુજરાતમાં કોમેડી મનોરંજન ક્ષેત્રે ખૂબ નામના ધરાવતા ખજૂર ભાઈ ઉર્ફે નીતિન જાની પોતાની સેવાકીય પ્રવૃતિઓ ખુબ લોકપ્રિયતા ધરાવે છે ગરીબ બેસહારા લોકોને હંમેશા મદદરૂપ થતા ખજુર ભાઈએ 250 થી વધારે લોકોના મકાન બનાવીને માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે ખજુર ભાઈ હંમેશા ગરિબ.
વિધવા નિરાધાર અનાથ લોકોને મદદરૂપ બનતા રહે છે એ વચ્ચે તાજેતરમાં ખજૂર ભાઈ ગુજરાત અને મહારાષ્ટ્રની બોર્ડર પર આવેલા તાપી જિલ્લાના કુકરવાડા ગામમાં પહોંચ્યા હતા એક પાડવી પરીવાર ના બે બાળકો માતા પિતાની છત્રછાયા ગુમાવી નિરાધાર થયા હતા અને જર્જરિત મકાનમાં રહેતા હતા પુજા પાડવી અને.
મયુર પાડવી નામના આ બાળકો દિકરી પુજા 7 માં ધોરણ માં અભ્યાસ કરતી તો દિકરો મયુર ધોરણ 4 માં અભ્યાસ કરતો એક લાંબી બિમારીના કારણે માતાનું અવસાન 1 વર્ષ પહેલાં થયું અને પિતા 1 મહીના પહેલા જ બિમારીના કારણે આ બાળકોને છોડી ને ચાલ્યા ગયા આ બાળકોની મુલાકાતે.
ખજૂર ભાઈ પહોંચ્યા હતા તેમને ત્યાંની સ્થિતિ જોઈ તો ખજૂર ભાઈ ભાવુક બની ગયા હતા ખજુરભાઈ ને રડતા રડતા દીકરી પૂજાએ જણાવ્યું હતું કે મારા માતા પિતા એક બીમારીના કારણે મૃત્યુ પામ્યા છે હું ડોક્ટર બનવા માગું છું જેમ મારા માતાપિતા આ દુનિયામાં રહ્યા નથી એવી રીતે કોઈના.
માતા પિતા બીમારીના કારણે મૃત્યુ ના પામે એના માટે હું સામાન્ય ગરીબ પરિવારો માટે ડોક્ટર બનીશ ખજુર ભાઈ દિકરી ની આ વાત સાંભળીને ખુબ ભાઉક થયા અને તેમને અભ્યાસ માટે તમામ પ્રકારની મદદ સાથે તેમના માટે રહેવા મકાન બનાવી આપવાની વાત કરતા પોતાની ટીમને બોલાવી ને તત્કાલીન.
આ બાળકો માટે રહેવા નવું મકાન બનાવવાની કામગીરી હાથ ધરી છે ખજૂર ભાઈ જણાવ્યું હતું કે આ અનાથ બાળકો નથી પરંતુ આ ભારતનું ભવિષ્ય છે અને તેમનું ભવિષ્ય ઉજ્જવળ બને માતા પિતા ની યાદ ના આવે તેના માટે હું દરેક પ્રયત્નો કરીશ તેમના માટે મકાન બનાવી ને અભ્યાસ માટે પણ હું મદદ કરીશ.