હાલમાં એક તરફ જ્યાં બોલીવુડમાં કેસ અને કાર્યવાહીની હવા ચાલી રહી છે એવામાં રવિવાર રાત્રે ભારતીય ક્રિકેટ ટીમના જાણીતા ક્રિકેટર યુવરાજ સિંહ ની પણ હરિયાણા પોલીસ દ્વારા ધરપકડ કરાઈ હોવાનું જાણવા મળ્યું હતું મળતી માહિતી મુજબ લોકડાઉનના સમયમાં યુવરાજ સિંહ ક્રિકેટર રોહિત શર્મા સાથે ઈન્સ્ટાગ્રામ પર લાઈવ કરી રહ્યા હતા.
જે દરમિયાન તેમને ક્રિકેટર યુજ્વેન્દ્ર ચહેલ અને તેમની જાતિ વિશે આપત્તિજનક શબ્દનો ઉપયોગ કર્યો હતો જેને કારણે તેમના વિરૂદ્ધ ફરિયાદ નોંધાવામાં આવી હતી જે બાદ ગત રવિવારે રાત્રે યુવરાજની ધરપકડ અંગે માહિતી મળી હતી જો કે એક ખબર મુજબ પોલીસ દ્વારા શનિવારે જ યુવરાજની ધરપકડ કરવામાં આવી હતી.
પરંતુ તેમને તપાસમાં સાથે રાખવામાં આવ્યા હતા જે બાદ રવિવારે રાત્રે ધરપકડ અંગે જાણકારી આપવામાં આવી હતી જો કે હાઈ કોર્ટના આદેશ બાદ તુરંત જ યુવરાજ સિંહને છોડી દેવામાં આવ્યા હતા નોંધનીય છે કેસમાં ફરીયાદી રજતે હાઇકોર્ટમાં કરાયેલા નિર્ણયને સુપ્રીમ કોર્ટમાં પડકાર આવ્યો છે જેની સુનવણી કરવામાં આવશે.
જો કે યુવરાજે પોતે બોલેલા શબ્દોની ટ્વીટર પર માફી પણ માંગી હતી તેમણે કહ્યું હતું કે વાત વાતમાં બોલાયેલા શબ્દોનો ખોટો અર્થ નીકળવામાં આવ્યો છે હું હંમેશા લોકોનું સારું કરું છું અને આગળ પણ કરીશ ઉલ્લેખનીય છે કે ફરીયાદી રજત કલસે જૂન ૨૦૨૦માં આ મામલે ફરિયાદ નોધાવી હતી જે બાદ ફેબ્રુઆરી ૨૦૨૧માં આ અંગે કેસ દાખલ કરવામાં આવ્યો હતો.