આર્યાનના કેસની શરૂઆત થઈ ત્યારથી આપણે જોઈ રહ્યા છીએ મોટાભાગના કલાકારો સામે આવીને પોતાના મત રજૂ રહ્યા છે કોઈ સમર્થન આપી રહ્યું છે તો કોઈ વિરોધ કરી રહ્યું છે પરતું દરેક કલાકાર બોલી રહ્યા છે એવામાં અમુક કલાકાર એવા પણ છે જે આ મામલે ચૂપ જોવા મળી રહ્યા છે.
જેના સૌથી પહેલું નામ કાજોલનું છે કાજોલ અને શાહરૂખ ખાને મોટાભાગની ફિલ્મોમાં સાથે કામ કર્યું છે તેમની જોડી તે સમયની બેસ્ટ જોડી ગણવામાં આવતી હતી પરતું આર્યનના કેસમાં કાજોલે હજી સુધી કોઈપણ પ્રકારનું નિવેદન આપ્યું નથી ન તો તે શાહરૂખને મળવા ગઈ છે.
ઉલ્લેખનીય છે કે કાજોલની બહેન તનિષા મુખર્જીએ આ મામલે આર્યનને અને શાહરૂખ ખાનને હાલમાં જ સમર્થન આપ્યું હતું આ સિવાય વાત કરીએ ફિલ્મ એક્ટર કોમેડિયન ફિલ્મ પ્રોડ્યુસર કપિલ શર્માની તો ધ કપિલ શર્મા શોના હોસ્ટ કપિલ પોતાના શો દ્વારા ઘરઘરમાં જાણીતાં બન્યાં છે.
તેમને ફોર્બ્સ દ્વારા ૧૦૦ સેલિબ્રિટીની યાદીમાં ૧૧માં નંબર પર સ્થાન આપવામાં આવ્યું હતું પરતું એક સમય એવો હતો જ્યારે કપિલ શર્મા સાવ બેકાર બની ગયા હતા ડિપ્રેશનમા આવી ગયા હતા તેમને ગુજરી જવાના વિચાર આવવા લાગ્યા હતા એવું પણ કહેવાય છે કે કપિલની આવી હાલત જોઈને બોલીવુડના લોકો તેને બરબાદ થઈ ગયેલો માનવા લાગ્યા હતા.
પરતું આ સમયે શાહરૂખખાન તેની મદદે આવ્યા હતા અને કપિલને હિંમત આપી હતી જે બાદ કપિલ ફરી પોતાના કરિયર ઉપર ધ્યાન આપી શક્યા હતા ત્યારે અહી એક જ સવાલ થાય કે શું કપિલ શર્મા શાહરૂખની એ મદદને ભૂલી ગયા છે આ સમયે જ્યારે આખું બોલીવુડ શાહરૂખનો સાથ આપી રહ્યું છે સલમાન ખાન કે જે એક સમયે શાહરૂખ સામે જોતા પણ નહોતા તે જો શાહરૂખ માટે આટલું કરી રહ્યા હોય તો કપિલે આર્યનના કેસ અંગે હજી સુધી કોઈ નિવેદન કેમ નથી આપ્યું.